Gujarati News

Gujarati News

ગંજીવાડાના રિક્ષાચાલક રાજેશે મધરાતે કાળીપાટમાં સાસરિયામાં ખેલ્‍યો ખૂની ખેલઃ પાંચને સુયા ભોંક્‍ી દીધાઃ દાદાજી સસરાની હત્‍યા: કારખાનામાં કામ કરતી પત્‍નિ શિલ્‍પાને શુક્રવારે સાંજે કારખાનાના મેતાજી સાથે હોન્‍ડામાં બેઠેલી જોતાં રાજેશે રોષે ભરાઇ રસ્‍તા પર જ તેણીને ફટકારી, પછી ઘરે લઇ જઇ સાવરણીથી બેફામ માર માર્યોઃ શનિવારે પત્‍નિ કાળીપાટ રિસામણે ગઇઃ એ સાંજે જ તેણીને તેડવા ગયો, પણ દાદાજી સસરાએ રાત રોકાઇ જવા કહ્યું અને સાળાએ ઝઘડો કરતાં નીકળી ગયો, મધરાતે ૩ વાગ્‍યે ફરીથી ઘરમાં ઘુસી તૂટી પડયો :ગઇકાલે હુમલામાં ઘવાયેલા હંસરાજભાઇ ધનજીભાઇ મોરવાડીયા(ઉ.વ.૭૫)એ આજે સવારે દમ તોડતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યોઃ આરોપી રાજેશ મેર પણ હાથ ભાંગી ગયો હોઇ સારવાર હેઠળઃ રાજેશના શંકાશીલ સ્‍વભાવને કારણે થઇ હત્‍યા access_time 1:38 pm IST

સેવાના પર્યાય, અનન્‍ય વિચારો મૂર્તિમંત કરનારાં પદ્મભૂષણ ઇલાબેન ભટ્ટના વિચારો કાયમ ધબકશે: ઈલાબેન રમેશભાઇ ભટ્ટ એક સહકારી ચળવળના માર્ગદર્શક, સામાજિક કાર્યકર, ગાંધીવાદી વ્‍યક્‍તિત્‍વ હતા : કાયદાના સ્‍નાતક હતા અને આંતરરાષ્ટ્રીય મજૂર,સ્ત્રીઓને લાગતા વિષયો, લઘુ ધિરાણ અને સહકારી મંડળ સંલગ્ન ચળવળો સાથે જોડાયાં હતાં : રેમન મેગ્‍સેસે એવોર્ડ, રાઈટ લાઈવલીહુડ પુરસ્‍કાર અને પદ્મભૂષણ જેવા સન્‍માન મળ્‍યા હતા : ૧૯૭૨માં સ્‍વાશ્રયી મહિલા સેવા સંઘ (સેલ્‍ફ-એમ્‍પ્‍લોય્‍ડ વુમન્‍સ એસોશિએશન - સેવા) ની સ્‍થાપના કરી અને ૧૯૭૨ થી ૧૯૯૬ સુધી તેના જનરલ સેક્રેટરી પદે : ઈલાબેન ભટ્ટના આખા પરિવારમાં દેશપ્રેમ કૂટી-કૂટીને ભરેલો છે : ઇલાબેનને અંતિમ સમય સુધી તેમની શ્રમજીવી બહેનો અને લોકોની ચિંતા હતી access_time 3:33 pm IST

જો હું 5 વર્ષમાં કામ કરું નહીં તો બીજી વાર વોટ માંગવા નહીં આવુંઃ આ બંને પાર્ટીવાળા બધા જ પૈસા મળીને ખાઈ જાય છે : 27 વર્ષ આપ્યા તમે એ લોકોને મને માત્ર 5 વર્ષ આપી દો:જે FIR નોંધવામાં આવી છે તેમાં તે કંપનીનું નામ નથી જેણે મોરબીનો બ્રિજ બનાવ્યો હતો: ગુજરાતમાં પણ દિલ્લીની જેમ શાનદાર શાળા બનાવીશ: તમારા બાળકો માટે પુસ્તકો મફત, યુનિફોર્મ મફત, શિક્ષણનો તમામ ખર્ચ મફત કરી દઈશું: દિલ્હીમાં IAS અને મજૂરોના બાળકો એક જ બેંચ પર અભ્યાસ કરે છેઃ દિલ્હીમાં એટલી શાનદાર સરકારી શાળાઓ બનાવી છે કે પ્રાઈવેટ શાળાના બાળકો તેમના નામ કઢાવીને સરકારી શાળામાં એડમિશન લઇ રહ્યા છે:સૌથી મોંઘી વીજળી પૂરા દેશમાં આજે ગુજરાતમાં છેઃગુજરાતમાં અમે 24 કલાક અને મફત વીજળી આપીશું:અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ: અમે 10 લાખ સરકારી નોકરીઓ આપીશું, બેરોજગારોને 3000 દર મહિને બેરોજગારી ભથ્થુ આપીશું: ગુજરાતમાં પણ દિલ્લીની જેમ ઘણી બધી હોસ્પિટલો ખોલીશું અને શાનદાર મોહલ્લા ક્લિનિક બનાવીશું: અરવિંદ કેજરીવાલ*: આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાજકોટ રૂરલ, જેતપુર અને કાલાવાડમાં ‘આપ’ દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો : આમ આદમી પાર્ટીના રોડ શોમાં રાજકોટ અને જામનગરની જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો access_time 7:43 pm IST