Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ઘરફોડ ચોરી અને રીક્ષામાં મુસાફરોના મોબાઇલ સેરવી લેતી ત્રીપુટીને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

હેડ કોન્‍સ કિરતસિંહ ઝાલા અને કોન્‍સ નગીનભાઇ ડાંગરની બાતમીઃ પ્રકાશ, ધનજી ઉર્ફે ઘનો અને સંજયને હુડકો ચોકડીએથી દબોચ્‍યા

રાજકોટ તા. ૮ : શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં ઘરફોડ ચોરી અને રીક્ષામાં મુસાફરોના મોબાઇલ સેરવી લેતી રીક્ષા ગેંગને ક્રાઇમબ્રાંચની ટીમે હુડકો ચોકડી પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં ઘરફોડ ચોરી, લૂંટ, ચીલઝડપ અને વાહન ચોરીના ગુન્‍હા શોધી કાઢવા માટે પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવે સુચના આપતા ક્રાઇમબ્રાંચના પી.આઇ.વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.જે.હુણ સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે હેડકોન્‍સ કિરતસિંહ ઝાલા અને કોન્‍સ. નગીનભાઇ ડાંગરને બાતમી મળતા હુડકો ચોકડી પાસેથી સંજય દીલીપભાઇ કંડોરીયા (ઉ.૩૧) (રહે. કૈલાશપાર્ક શેરી નં.૪, કોઠારીયા મેઇન રોડ), પ્રકાશ સોમાભાઇ વાઘેલા (ઉ.ર૬) (રહે. શાપર-વેરાવળ રામપાર્ક સોસાયટી શેરી નં.૧) અન ેધનજી ઉર્ફે ઘનો દેવજીભાઇ ગેડાણી (ઉ.૩૯) (રહે.કોઠીકમ્‍પાઉન્‍ડ બ્‍લોક નં.૧ર૯ રેલ્‍વે સ્‍ટેશન પાસે) ને પકડી લઇ ૧પ ચોરાઉ મોબાઇલ ફોન, ટી.વી. તથા એક પંખો અને રીક્ષા મળી રૂા.૧,૪૭,૮૦૦ નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો ત્રણેયની પુછપરછમાં અલગ-અલગ વિસ્‍તારમાં મકાનમાંથી ટી.વી., પંખો તેમજ રીક્ષામાં અલગ - અલગ મુસાફરીના ખીસ્‍સામાંથી૧પ મોબાઇલ ફોન ચોરી કર્યાની કબુલાત આપી હતી પકડાયેલા ત્રણ શખ્‍સોમાં સંજય કંડોરીયા જુગાર સહીતના ચાર ગુન્‍હામાં તથા પ્રકાશ વાઘેલા હથીયાર અનેદારૂ સહિતના ૧ર ગુન્‍હામાં તેમજ ધનજી ઉર્ફે ઘનો દારૂ-જુગાર સહિત સાત ગુન્‍હામાં સામેલ હોવાનું જાણવા મળ્‍યું છે.

(4:12 pm IST)