Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

બેદરકારી પૂર્વક હોન્‍ડા ચલાવી મૃત્‍યુ નિપજાવવા અંગેના ગુનામાં પકડાયેલ આરોપીનો છૂટકારો

રાજકોટ,તા. ૮ : હોન્‍ડામા ગફલત ભરી રીતે જીંદગી જોખમાય તે રીતે ચલાવી મૃત્‍યુ નિપજાવાનાં ગુન્‍હામાં પકડાયેલ આરોપીનો કોર્ટ નિર્દોષ છૂટકારો ફરમાવેલ છે.

દોઢેક વર્ષ પહેલા આરોપી ઉત્‍સવ જીતેન્‍દ્રભાઇ પોતાના મોટર સાયકલ હોન્‍ડા મારંમાર પુરઝડપે ચલાવી ગફલતભરી રીતે માનવી જીંદગી જોખમાય તે રીતે ચલાવી ધર્મેશ ચતુરભાઇને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજાવાના ગુન્‍હામાં જ્‍યુ. મેજી. શ્રી જે.જે.દવે અ આરોપીને નિદોર્ષ છોડી મુકતો આદેશ કરેલ હતો.

ફરીયાદી નિતીન ચતુરભાઇએ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ હતુ અમારો ભાઇ ગુજરનાર ધર્મેશનું અકસ્‍માત થતા તેમના મિત્ર ઉત્‍સવે ફોન પર અમોને  બનાવ અંગે જાણ કરતા અમો સરકારી હોસ્‍પિ. ગયેલા ત્‍યાં માસુલ પડેલ કે કુવાડવા ગામ તરફ ગુજરાત ગેસ કંપની સામે મોટર સાયકલ સ્‍લીપ થઇ જતા ગુજરનાર ધર્મેશને માથાના ભાગે ગંભીરઇજા થતા તેને સિવિલમાં દાખલ કરેલ ત્‍યાં ફરજ પરના ડોકટરે મરણ જાહેર કરેલ હતા.

આ કામમાં ફરિયાદીની ફરીયાદ પરથી પોલીસ આરોપી ઉત્‍સવ જીતેન્‍દ્રભાઇની બેદરકારીથી મારંમાર પુરઝડપે ગફલતભરી રીતે જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવી ગુજરનાર ધર્મેશનું અકસ્‍માતમાં માતે નિપજેલ હોય આરોપીની ધરપકડ કરી અને ચાર્જશીટ રજુ કરેલ હતું. આ કામના આરોપી ઉત્‍સવ જીતેન્‍દ્રભાઇ સામેનો કેસ ચાલી જતા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ હતા.

આરોપી તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્‍ડ એસોસીએટસ તરફથી શ્રી અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, કલ્‍પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્‍દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી રોકાયેલ હતા.

(3:56 pm IST)