Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

સ્‍ટેટ લેવલની કરાટે ચેમ્‍પિયનશીપમાં રાજકોટના ટાબરીયાઓની સિધ્‍ધિ

દિલ્‍હી રમવા જશે રાજકોટઃ શહેરની કરાટે ટીમ આણંદ ખાતે ગુજરાત સ્‍ટેટ સબ-જુનીયર કરાટે ચેમ્‍પિયનશીપમાં ભાગ લેવા માટે ગઇ હતી. આ ટીમમાં ૩૮ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જે ૧૩ વર્ષથી નાના એટલે કે સબ-જુનીયર કેટેગરીમાં બાળકો હતા. આ ટુર્નામેન્‍ટમની ખાસીયત એ છે કે આ ટુર્નામેન્‍ટમાં જે ખેલાડીઓ પ્રથમ ક્રમે આવે છે એટલે કે ગોલ્‍ડમેડલ જીતે છે. એ લોકોને દિલ્‍હી ખાતે તા.૩/૪ ડીસેમ્‍બર ૨૦૨૨ના રોજ થતી નેશનલ કરાટે ચેમ્‍પિયનશીપમાં ભાગ લેવાનો તથા સીલ્‍વર, બ્રોન્‍ઝ મેડાલિસ્‍ટને વેસ્‍ટ ઝોન કરાટે ચેમ્‍પિયનશીપમાં ભાગ લેવાનો મોકો મળતો હોય છે. આજ સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટ શહેરના સબ-જુનીયર કેટેગરીમાં બાળકો દિલ્‍હી ખાતે ગુજરાત રાજય તરફથી રમતા જોવા મળશે. જે સમગ્ર રાજકોટ શહેર તથા એમેચ્‍યોર કરાટે અસોસિએશન-રાજકોટ અને કરાટે ડીફેડરેશન-ગુજરાતે સિધ્‍ધિ મેળવી છે.  આ ચેમ્‍પિયનશીપના ગોલ્‍ડમેડલ મેળવતા વિદ્યાર્થીઓ મંત્ર ઘેલાની, પ્રાપ્તી વસોયા, રેચલ જીંજુવાડીયા, હીર ખંધેડીયા, પલરાજદેવ, અવીરત રાજદેવ તેમજ સિલ્‍વર મેડલ જીયા પાંભર, ચાર્મી વેકરીયા, જેની સાવલીયા, મીત કૈલા, હેમલ પીઠડીયા, મલય અમરેલીયા, ઇપ્‍સીતા સુથાર તથા બ્રોન્‍ઝ મેડલ હારવી રૂપાપરા, યશવી બાખડ, જેનીલ લૂણાગરીયા, ભાવેશ કુમાવત, શીવાંગ ટાંક, ખુશી સંખપાલ, વીવાન મદાની, ધ્રુવી તન્‍ના, નમન ભાલોડી, ધાર્મિક સોરથીયાનો સમાવેશ થાય છે. ટીમ મેનેજર તરીકે એમેચ્‍યોર કરાટે એસોસીએશન-રાજકોટના પ્રેસીડેન્‍ટ સેનસેઇ રોબિન કાસુન્‍દ્રા, સાથે કોચ મહેશ જલુ, હર્ષ પડીયા, દીપ પરમાર તથા રીશીતરાજસિંહ ઝાલા પણ જોડાયા હતા આ યુવા ખેલાડીઓ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.મો.-૭૬૯૮૮ ૫૯૧૬૪

(3:45 pm IST)