Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

અમદાવાદની વુલ લાઇવ પ્રા.લી.ના ડીરેકટર સામે કોર્ટમાં ફરીથી હાજર થવા સમન્‍સ

૨૦ લાખની રકમ ચુકવવા આપેલ ત્રણ ચેકો રિટર્ન થતા

રાજકોટ તા.૮: રૂા.૨૦-લાખની રકમ ચુકવવા આપેલ ચેક રીટર્ન થતા વુબ લાઇવ પ્રા.લી. અમદાવાદના ડિરેકટર સામે ફરિયાદ થતા કોર્ટે સમન્‍સ કાઢેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના મવડી મેઇનરોડ ઉપર આવેલ ન્‍યુ આકાશદીપ સોસાયટીમાં રહેતા અને જય ખોડીયાર ઇન્‍ડસ્‍ટ્રીઝના નામથી પ્રોપરાઇટર દરજજે ધંૅધો કરતા હસમુખભાઇ તુલશીભાઇ બુસાએ તેમના મિત્ર અને ઓળખાણનો સંબંધ ધરાવતા અને હાલ વુબ લાઇવ પ્રા.લી.ના ડિરેકટર તરીકે અમદાવાદ મુકામે ધંધો કરતા શૈલેષ દિલીપભાઇ શીંગાળા રહે.બ્‍લોક નં.૪૦૨, રૂદ્રાક્ષ પેલેસ એપાર્ટમેન્‍ટ, હંસવાડીની સોસાયટી, શેઠનગર, જામનગર રોડ, રાજકોટવાળાને ઉછીના પેટે બેંક મારફત રૂા.૨૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા વીસ લાખ પુરા. મદદ માટે આપેલા હતા. જે રકમ હસમુખભાઇ તુલશીભાઇ બુસાએ પરત માંગતા શૈલેષ દિલીપભાઇ શીંગાળાએ તેમના ખાતાવાળી પંજાબ નેશનલ બેંક, સુપરપ્‍લાઝા, બોડકદેવ બ્રાન્‍ચ, અમદાવાદના કુલ ત્રણ ચેક આપેલા હતા. જે ત્રણેય ચેક ફરિયાદીએ તેમના ખાતાવાળી બેંક ઓફ બરોડા, જયુબેલી બ્રાન્‍ચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા ત્રણેય ચેક ફન્‍ડ્‍સ ઇન્‍સફીસીયન્‍ટના શેરા સાથે બિન ચુકતે પરત ફરેલ હતો.

આથી ફરિયાદીએ આ ત્રણેય ચેક બિનચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલવાની આમ છતા આ કામના આરોપીએ કોઇ રકમ ચુકવેલ નહી. તેથી આ કામના ફરિયાદીએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ હેઠળ આ કામના આરોપી સામે રાજકોટની સ્‍પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં કેસ દાખલ કરતા આા કામના આરોપી અને વુલ લાઇવ પ્રા.લી. ના ડિરેકટર શૈલેષ દિલીપભાઇ શીંગાળાને સમન્‍સ ઇસ્‍યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ શ્રીઅતુલ સી.ફળદુ રોકાયેલ છે.

(3:43 pm IST)