Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

શાસ્ત્રીય સંગીત-નૃત્યથી યુવા પેઢીને અવગત કરવા કાલથી ગિરનાર મહોત્સવ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અને કોર્પોરેશન દ્વારા આયોજન

વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૮ : જુનાગઢમાં કાલથી પાંચ દિવસીય નવમા ગિરનાર મહોત્સવનો પ્રારંભ થશે.

આજની યુવા પેઢીમાં શાસ્ત્રીય સંગીત વિસરાઇ જતી જાય છે. ત્યારે યુવા પેઢી શાસ્ત્રીય સંગીત અને નૃત્યથી અવગત થાય તેવા ઉદ્દેશથી પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અને જુનાગઢ મહાનગરપાલિકાના ઉપક્રમે તા. ૯ થી ૧૩ નવેમ્બર દરમ્યાન ટાઉનહોલ ખાતે ગીરનાર મહોત્સવ યોજાશે. જેમાં ગુજરાત ઉપરાંત ભુવનેશ્વર, પુના, મુંબઇ, હદ્રરાબાદ, કાનપુર, બેંગ્લોર, ગોહાટી, દિલ્હી, યુપી. અમૃતસર સહિતના રાજયોના કલાકારો કલાકારી પીરસશે.

રાજયના કલાકારો પાંચ દિવસ સુધી કથક, બાસુરી, વાદન, ગિટાર, ભરતનાટયમ, ઓડીસી., પખવાજ, કુચીપુડી, વોકલ સહિતની કલાને રજુ કરી ખાસ કરીને યુવાઓમાં વીસરાતી જતી પ્રાચીન કલા તરફ લાવવાનો પ્રયાસ હાથ ધરાશે. પાંચ દિવસ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના જુનાગઢ, અમદાવાદ, ભાવનગર, ભરૃચ સહિતના કલાકારો પણ પોતાની વિશિષ્ટ કલા રજુ કરશે.

(3:41 pm IST)