Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

સોની વેપારીઓ દસ્‍તાવેજ સાથે રાખશે તો કોઇ નહીં કનડે : પોલીસનો સહયોગાત્‍મક અભિગમ

રાજકોટ તા. ૮ : ચુંટણી પંચની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઇ ચુકી છે. ત્‍યારે સોના ચાંદીના સ્‍ટોક કે રોકડની લેવડ દેવડ પર પોલીસ તંત્રને તપાસના આદેશો થયા હોય કડક ચેકીંગ ચાલી રહ્યુ છે.

પરંતુ નિર્દોષ વેપારીઓને ખોટી રીતે કનડગત કરવામાં ન આવે તે માટે રાજકોટ સિલ્‍વર એસોસીએશન દ્વારા પોલીસ કમિશ્‍નરને રજુઆત કરવામાં આવી હતી.

આ સંદર્ભે પોલીસ કમિશ્‍નર શ્રી રાજુ ભાર્ગેવે વેપારીઓની રજુઆત સાંભળી જણાવેલ કે કોઇપણ વેપારી સોના-ચાંદીના સ્‍ટોક જરૂરી દસ્‍તાવેજ સાથે લઇને નિકળશે તો તેમને કનડગત નહીં થવા દેવાય. પરંતુ જો રોકડ કે દાગીના આધારભૂત દસ્‍તાવેજ કે પુરાવા વગર લઇને નીકળશે તો તેમની સામે કાર્યવાહી થશે. આમ પોલીસે સહયોગાત્‍મક અભિગમ દાખવ્‍યો હોવાનું રાજકોટ સિલ્‍વર એસોસીએશનના પ્રમુખ મનુભાઇ સોનીની  યાદીમાં જણાવાયુ છે.

(3:39 pm IST)