Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ગાંજાના જથ્થા સાથે ઓખા મંડળનો રીક્ષા ડ્રાઇવર ઝડપાયો

જામખંભાળીયા, તા., ૮: દેવભુમી દ્વારકા જીલ્લામાં ચુંટણી સંદર્ભે જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા શનીવારે દ્વારકા તાલુકામાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમિયાન એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. અશોકભાઇ સવાણી તથા જીવાભાઇ ગોજીયાને મળેલી બાતમીના આધારે ઓખા મંડળના ખતુંબા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગ કરતા પુંજાભા મુરૃભા જિમલભા સુમણીયા નામના રપ વર્ષીય શખ્સ દ્વારા તેના રહેણાંક મકાનના ફળીયામાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરી, આ ગાંજો વેચતો  હોવાની માહીતી પરથી આ સ્થળે દરોડો પાડી ઉપરોકત શખ્સને ર કિલો ૧પ૭ ગ્રામ ગાંજાના છોડ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણ સંદર્ભે પોલીસે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો નોંધી આરોપી પુંજાભા સુમણીયાની અટકાયત કરી હતી. ઉપરોકત મુદામાલની કિંમત રૃા. ર૧,પ૭૦ આંકવામાં આવી છે. આ પ્રકરણમાં આગળની તપાસ મીઠાપુરના પી.આઇ. સી.એલ.દેસાઇ ચલાવી રહયા છે.  આ સમગ્ર કાર્યવાહીમાં દ્વારકાના પી.આઇ. કે.બી. યાજ્ઞીક એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. પી.સી.સીંગરખીયા, હરદેવસિંહ જાડેજા, અશોકભાઇ સવાણી વિગેરે દ્વારકા કરવામાં આવી હતી.

(4:17 pm IST)