Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

જમીન કૌભાંડના ગુનામાં સાત વર્ષથી ફરાર ગુંદાના પરબત લીંબાસીયા અને પુત્ર હિતેષને ઝડપી લેવાયા

એસટી વર્કશોપ પાછળની જમીન બારોબાર વેંચી મારી'તીઃ અગાઉ ત્રણ પકડાયા હતાં : માલવીયાનગર પીઆઇ આઇ. એન. સાવલીયા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, મસરીભાઇ ભેટારીયા અને ટીમે ખોખડદળથી પકડયાઃ પોતાનુ ગામ છોડી ભાડે મકાન રાખીને રહેતા હતાં

રાજકોટ તા. ૮: અલગ અગલ ગુનાઓમાં ભાગતા ફરતાં આરોપીઓને શોધી કાઢવાની કામગીરી અંતર્ગત માલવીયાનગર પોલીસે જમીન કોૈભાંડના ગુનામાં સાત વર્ષથી ફરાર પટેલ પિતા-પુત્રને પકડી લઇ કાર્યવાહી કરી છે. આ બંને મુળ ગુંદા ગામના વતની છે પરંતુ ગુનો દાખલ થયા બાદ પોલીસ શોધતી હોઇ ગામ છોડી દીધુ હતું. અલગ અલગ સ્‍થળોએ રઝળપાટ કર્યા બાદ કેટલાક સમયથી બંને ખોખડદળ ગામે સ્‍મશાનવાળા રોડ પર ભાડાના મકાનમાં રહેવા આવ્‍યા હોવાની બાતમી મળતાં બંનેને પકડી લેવાયા છે.

પોલીસે પરબત બેચરભાઇ લીંબાસીયા (પટેલ) (ઉ.વ.૬૦) તથા તેના પુત્ર હિતેષ પરબતભાઇ લીંબાસીયા (ઉ.વ.૩૮)ની ધરપકડ કરી છે. વર્ષ ૨૦૧૬માં માલવીયાનગર પોલીસમાં આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબ પારકી જમીનના બોગસ દસ્‍તાવેજો ઉભા કરી બારોબાર વેંચી મારવા મામલે ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં જે તે વખતે પોલીસે મહેન્‍દ્રસિંહ રમેશભાઇ ચાવડા (ઉ.૩૪-રહે. નવલનગર-૩ના છેડે કૈલાસનગર-૨), સંદિપ છગનભાઇ સગપરીયા (ઉ.૩૨-રહે. રઘુવીર સોસાયટી-૫ જુનો સહકાર રોડ) તથા અંકિત નીતીનભાઇ દલાલ (ઉ.૩૩-રહે. રાધે રેસિડેન્‍સી ફલેટ નં. ૧૫૨, શંખેશ્વર પાટણ)ની ધરપકડ કરી લીધી હતી.

પરંતુ પરબત લીંબાસીયા અને પુત્ર હિતેષ ભાગી ગયા હતાં. સતત સાત વર્ષથી ફરાર આ પિતા-પુત્ર છુટક ડ્રાઇવીંગ કરી ગમે ત્‍યાં ફરતા રહેતાં હતાં. હાલમાં તેણે ખોખડદળમાં ધીરૂભાઇ ડોબરીયાનું મકાન ભાડે રાખ્‍યું હતું અને ત્‍યાં રહેતાં હતાં. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરરી સોૈરભ તોલંબીયા, ડીસીપી સુધીરકુમાર દેસાઇ ઝોન-૨, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ આઇ. એન. સાવલીયા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્‍સ. મસરીભાઇ ભેટારીયા, રવિભાઇ નાથાણી, અજયભાઇ વીકમા, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, અંકિતભાઇ નિમાવત, હિરેનભાઇ સોલંકી, રઘુવીરસિંહ જાડેજા, હરસુખભાઇ સબાડ અને કૃષ્‍ણદેવસિંહ ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:36 pm IST)