Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

સીંગતેલમાં વધુ ૧પ રૂા. તૂટયા

રાજકોટ તા. ૮ :.. સીંગતેલમાં મંદીનો દોર યથાવત રહયો છે. આજે વધુ ૧પ રૂા. તૂટયા હતા.

સૌરાષ્‍ટ્રના યાર્ડોમાં મગફળીની આવકો વધ્‍યાના અહેવાલો આજે સીંગતેલમાં વધુ ૧પ રૂા.નો ઘટાડો નોંધાયો હતો. સીંગતેલ લૂઝ (૧૦ કિ. ગ્રા.)ના ભાવ ૧પ૩૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧પ૧પ રૂા. ભાવ બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૬૭પ થી ર૭રપ રૂા. હતા તે ઘટીને ર૬૬૦ થી ર૭૧૦ રૂા. ની સપાટીએ  ભાવ પહોંચ્‍યા હતાં. સીંગતેલમાં બે દિ' માં ૩૦ રૂા.નો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં હજૂ પણ સીંગતેલના ભાવો ઘટશે તેમ વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું.

(3:34 pm IST)