Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

આજરોજ બપોરના બે વાગ્‍યાની સ્‍થિતિમાં રાજકોટ વિધાનસભાની આઠ બેઠકો ઉપરથી આજે ૭૬ ફોર્મ ઉપડ્‍યાઃ હજુ કોઈ નામાંકન ભરાયું નથી

 

 રાજકોટ તા. ૦૮ : રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂકયો છે ત્‍યારે આજરોજ ૮મી નવેમ્‍બરે બપોરે ૨.૦૦ વાગ્‍યા સુધીની સ્‍થિતિમાં આશરે ૭૬ ફોર્મ ઉપડ્‍યા હોવાનું જિલ્લા ચૂંટણી તંત્રની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે. જો કે એકપણ નામાંકન ફોર્મ હજુ સુધી ભરાઈને આવ્‍યું નથી.રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતળત્‍વમાં જિલ્લાની આઠ વિધાનસભાની ચૂંટણીઓ મુક્‍ત અને ન્‍યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર હાલ સતત ખડેપગે કામગીરી કરી રહ્યું છે.આજે ૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે ૦૮ ઉમેદવારી ફોર્મ, ૬૯-રાજકોટ પ?મિ વિધાનસભા બેઠક માટે  ૦૩ ફોર્મ, ૭૦-રાજકોટ દક્ષિણ વિધાનસભા માટે ૧૦ ફોર્મ, ૭૧-રાજકોટ ગ્રામ્‍ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા બેઠક માટે ૦૩ ફોર્મ, ૭૨-જસદણ વિધાનસભા બેઠક માટે ૨૧ ફોર્મ, ૭૩-ગોંડલ વિધાનસભા બેઠક માટે ૧૧ ફોર્મ, ૭૪-જેતપુર વિધાનસભા માટે ૧૫ ફોર્મ, ૭૫-ધોરાજી વિધાનસભા બેઠક માટે  ૦૫  ફોર્મ એમ કુલ મળીને ૭૬ ફોર્મનો ઉપાડ થયો હોવાનું ચૂંટણી તંત્રની યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ સુધી એકપણ નામાંકન ફોર્મ ભરાઈને આવેલું નથી

 

(3:34 pm IST)