Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

સવાણી કીડની હોસ્પીટલમાં સર્જરીનો વર્કશોપ યોજાયો

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની કીડનીના રોગની રાહત દરે આધુનિક સારવાર આપતી બી.ટી.સવાણી કીડની હોસ્પીટલ, રાજકોટમાં  પેશાબની ઇન્દ્રીયની જન્મજાત ખોડખાપણ (હાઇપોસ્પાડીયાસ) ને લગતા ઓપરેશન માટે વિશ્વ વિખ્યાત હાઇપોસ્પાડીયાસ ઓપરેશનના નિષ્ણાંત યુરોલોજીસ્ટ ડો. અમીલાલ ભાટ કે જેઓએ ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ સેંકડો ડોકટરોને ઓપરેશનની તાલીમ આપેલ છે. ડો.અમીલાલ ભાટ બે દિવસ બી.ટી.સવાણી કીડની હોસ્પીટલમાં આવી જટીલ હાઇપોસ્પાડીયાસના દર્દીઓના ઓપરેશન કરી તેમની બિમારી દુર કરેલ છે. આ વર્કશોપમાં દેશભરમાંથી ૭૦ જેટલા ડોકટરોએ ભાગ લીધેલ અને આ જટીલ ઓપરેશનો માટે ખાસ તાલીમ મેળવેલ છે. ઉપરોકત વર્કશોપમાં મુખ્ય મહેમાન રાજકોટ મહાનગરપાલીકાના કમિશ્નર અમીત અરોરા અમદાવાદ સીવીલ હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષી તેમજ પુર્વ કેન્દ્રીય મંત્રીશ્રી અને પુર્વ ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન ડો.વલ્લભભાઇ કથીરીયા ઉપસ્થિત રહયા હતા.  આ પ્રસંગે હોસ્પીટલના સી.ઇ.ઓ. ડો.રાકેશ અરોરાએ જણાવેલ કે ટ્રસ્ટનો પારદર્શક વહીવટ અને ટ્રસ્ટીઓની નિસ્વાર્થ સેવાઓથી હોસ્પીટલના પાયા મજબુત થયા છે. છેલ્લા ૧૯ વર્ષમાં હોસ્પીટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ સહીતની કિડની રોગની સંપુર્ણ સારવાર પણ પુરી પાડવામાં આવે છે તેની માહીતી આપેલ. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં બાળકોમાં પેશાબની ઇન્દ્રીયની જન્મજાત ખોડખાપણ (હાઇપોસ્પાડીયાસ) કેટલાક પ્રમાણમાં જોવા મળે છે, જે માટે આપી હોસ્પિટલમાં ખાસ સુવિધા ઉપલબ્ધ છે અને તેના નિષ્ણાંત પિડીયાટ્રીક યુરોલોજી સર્જન ડો. ધુતિ કલસરીયા અમલાણી હોસ્પિટલ સાથે જોડાયેલ છે અને તેઓ નિયમિત સેવાઓ આપે છે. વર્કશોપનું આયોજન હોસ્પિટલના પિડીયાટ્રીક યુરોલોજી સર્જન ડો. ધૃતિ કલસરીયા અમલાણીએ કરેલ. જેમાં બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના ચેરમેન  ડો. વિવેક જોષી, યુરોલોજીકલ સોસાયટી ઓફ સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રેસિડેન્ટ, ડો. જીતેન્દ્ર અમલાણી અને બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના યુરોલોજીસ્ટ ડો. અમિષ મહેતાનું સતત માર્ગદર્શન મળેલ છે.

(3:31 pm IST)