Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

તિબેટીયનોને શુભેચ્છા આપતુ બીટીએસ

ભારતતિબ્બત સંઘ મહાનગર દ્વારા તિબેટીયન ભાઇબહેનોને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ  ભારતતિબ્બત સંઘ દ્વારા સંપન્ન થયો હતો. આ પ્રસંગે ભારતતિબ્બત સંઘ (બીટીએસ) મહાનગર દ્વારા રાજકોટ ખાતેની તિબ્બત બજારની મુલાકાત લેવામાં આવી અને શુભેચ્છા આપવામાં આવી હતી. રાજકોટ મહાનગર અધ્યક્ષયોગીનભાઇ છનીયારા તથા મહિલા વિભાગના અધ્યક્ષ દિવ્યાબેન ભટ્ટ તથા પ્રદેશના હોદેદારો, સ્થાનિક ભારતતિબ્બત સંઘના હોદેદારો, કાર્યકરો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વોર્ડ.નં.૭ના કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ તથા દંડક સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે ભારતતિબ્બત સંઘના કાર્યકર્તાઓએ અત્રે ઉપસ્થિત તિબેટીયન લોકો સાથે તેમના પ્રશ્નો, સુચનો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી

અત્રે ઉપસ્થિત તિબેટીયન લોકોએ ભારત–તિબ્બત સંઘ દ્વારા તિબેટીયનોની મુલાકાત અને ખબરઅંતર પુછવા અને પ્રશ્નો જાણવા અને સમજવા માટે કાર્યક્રમનું આયોજન કરવા માટે ભારત–તિબ્બત સંઘના હોદેદારોનો આભાર માન્ય હતો અને તેઓએ તિબ્બત સંઘના કાર્યને દિલથી બિરદાવ્યુ હતું. તેઓએ કહયુ કે ભારત અને ભારતના લોકો અમારી સાથે ખભે ખભા મિલાવીને અમારી મુશ્કેલીમાં હંમેશને માટે ઉભા રહયા છે. તે અમારા માટે આનંદ અને ગૌરવની બાબત છે. ભારત–તિબ્બત સંઘે આ કાર્યક્રમનું આયોજન કરી, અમારા પ્રશ્નોમાં જે વિશેષ રસ લીધો છે તે બિરદાવવાને પાત્ર છે. તેમ ડો.મૃણાલીનીબેન ઠાકર પ્રદેશ અધ્યક્ષ મહિલા વિભાગ દ્વારા જણાવાયુ છે.(

(3:28 pm IST)