Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

જેસીઆઇ રાજકોટ યુવાનો ડંકોઃ સૌથી વધુ ૧૪ એવોર્ડસ

રાજકોટઃ જેસીઆઇ ઇન્ડિયા ઝોન-૭નું વાર્ષિક અધિવેશન લોર્ડ્સ રિસોર્ટ ચોટીલા ખાતે યોજાઇ ગયું, આ અધિવેશનમાં જુદી જુદી અનેક કેટેગરીના એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા.

જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા આ અધિવેશનમાં સૌથી વધુ ૧૪ એવોર્ડ મેળવી સમગ્ર ઝોનમાં ઝળહળતું સ્થાન મેળવ્યંુ હતું.

જેસીઆઇ રાજકોટ યુવાને આઉટસ્ટેન્ડિંગ પ્રેસિડેન્ટ એવોર્ડ નીશીત જીવરાજાણીને, આઉટસ્ટેન્ડિંગ લોમ ઓફિસર એવોર્ડ કલ્પેશ રાડીયાને, આઉટસ્ટેન્ડિંગ એકિટવ લેડી જેસી એવોર્ડ જલ્પા રાડીયાને, આઉટસ્ટેન્ડિંગ એકિટવ ન્યુ લેડી જેસી એવોર્ડ કાનન આડતીયાને, આઉટસ્ટેન્ડિંગ એકિટવ ન્યુ મેમ્બર એવોર્ડ કેવલ ખારેચાને એનાયત કરવામાં આવ્યો હતો.  આ ઉપરાંત આઉટસ્ટેન્ડિંગ લોકલ ઓર્ગનાઇઝેશન એવોર્ડ, આઉટસ્ટેન્ડિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ એવોર્ડ, આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ પ્રોગ્રામ એવોર્ડ, આઉટસ્ટેન્ડિંગ જુનિયર જેસી પ્રોગ્રામ એવોર્ડ વગેરે એનાયત કરવામાં આવ્યા હતા.

આ અધિવેશનમાં જેસીઆઇ રાજકોટ યુવાનું પ્રતિનિધિત્વ સ્થાપક પ્રમુખ અશ્વિન ચંદારાણા, પ્રમુખ નીશીત જીવરાજાણી, ઝોન ઓફિસર ક્રિના માંડવીયા, ગિરીશ ચંદારાણા, રૃપલ ચંદારાણા, એચજીએફ કલ્પેશ રાડીયા, વિશાલ શેઠ, નરેન્દ્ર ઠાકર, મનીષ પલાણ, કેવલ ખારેચા, શિલ્પા ખારેચા, કાનન આડતીયા અને કરણ છાટપાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ  માહિતી તેમજ સંસ્થામાં સભ્ય થવા માટે મો. ૯૮૨૫૩ ૧૪૪૪૩,  ૯૮૨૫૧ ૫૭૮૨૧, ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(3:27 pm IST)