Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

જયપુર ફ્રુટ કેમ્પમાં ત્રણ દિવસ કેમ્પમાં ૮૧ દર્દીએ લાભ લીધો

રાજકોટઃ સરગમ કલબ અને કમાણી ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે આયોજીત જયપુર કેમ્પમાં  કુલ ૮૧ દર્દીએ લાભ લીધેલ જેમાં કેલીપર્સના દર્દી-૧૭ અને પગના ૩૪, રીપેરીંગ ૩૦ દર્દીઓએ વિના મુલ્યે લાભ લીધેલ.

આ કેમ્પમાં બેંગલોરથી કમાણી ફાઉન્ડેશન ટ્રસ્ટના દેવેન્દ્રભાઇ દવે એ હાજરી આપેલ.

આ કેમ્પની સફળતા માટે ગુણવંતભાઇ ડેલાવાળા, અરવિંદભાઇ પટેલ, દીપકભાઇ કમાણી, રશ્મીભાઇ કમાણી, મનીષભાઇ માંરૃ કિશોરભાઇ પરમાર, જે કે સરાઠે, પ્રફુલભાઇ મીરાણી, અનવર ઠેબા, કનૈયાલાલ ગજેરા તેમજ સરગમ કલબના કમિટી મેમ્બર, તેમજ સરગમ લેડીઝ- કમિટી મેમ્બરો, કૈલાશબેન વાળા, જયશ્રીબેન વ્યાસ, અલ્કાબેન કામદાર, સુધાબેન દોશી, અને મિતલબેન ચગહર્ષાબેન પીઠડીયા, ચેતનાબેન સવજાણી, અનુશ્રીબેન ગુજરાતી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

આ કેમ્પમાં રાજસ્થાનનાં ડોકટરો ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર, રામપ્રસાદ મેઘવાલ વગેરે સેવા આપેલ. તમામ દર્દીઓને વિના મુલ્યે ચા પાણી આપવામાં આવેલ.

(3:27 pm IST)