Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

એરપોર્ટ પર યુનિટી ડે ની ઉજવણી

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા અને આર.પી.જે.  હોટેલ દ્વારા રાજકોટ એરપોર્ટ ઉપર સરદાર પટેલની જન્‍મ જયંતિ નિમિતે ‘યુનિટી ડે' ની ઉજવણી કરાઇ હતી. એરપોર્ટ ખાતે આર.પી.જે. સ્‍નેકસ લોન્‍જ ખાતે વિમાની મુસાફરો, સ્‍ટાફ વગેરેને માટીના કુલ્‍હડમાં ચા પીવડાવી યુનિટી દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે એરપોર્ટ ડાયરેકટર રાજકોટ દિગંત બોહરા અને આર.પી.જે. હોટેલના જનરલ મેનેજર યોગેશ ધિમન તથા એરપોર્ટ ઓથોરીટી સ્‍ટાફ ઉપસ્‍થિત રહેલ.

 

(3:25 pm IST)