Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

કલેકટર કચેરી ખાતે ૨૪ કલાક મીડિયા કન્ટ્રોલ રૃમ શરૃઃ ૩ ટીમોમાં ૪૫નો સ્ટાફ મુકાયો

રાજકોટ તા.૮:  વિધાનસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને અમલમાં આવેલી આદર્શ આચારસંહિતાના નિયમો મુજબ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા આચાર સંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્યિત કરવા મીડિયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટી(પ્ઘ્પ્ઘ્) ની રચના કરવામાં આવી છે. જે અન્વયે કલેકટર કચેરી ખાતે ત્રીજા માળે મીડિયા કન્ટ્રોલ રૃમ કાર્યરત કરવામાં આવ્યો છે. 

૩ શિફટના આયોજન સાથે આશરે ૪૫ લોકોના સ્ટાફ થકી ૨૪ કલાક મીડિયા કન્ટ્રોલ રૃમમાં ઇલેકટ્રોનિક માધ્યમોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એમ.સી.એમ.સી.ના સભ્ય સચિવના માર્ગદર્શન હેઠળ મીડિયા કન્ટ્રોલ રૃમમાં કામગીરી પુરી સજ્જતા સાથે કામગીરી થઈ રહી છે, અને એક પણ પ્રકારના પેઇડ ન્યુઝ કે મતદારોને પ્રલોભન આપતી બાબતોનું પ્રસારણ ન થાય તે નિયમિત સમયાંતરે સુનિશ્યિત કરવામાં આવે છે.

(3:24 pm IST)