Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

રાજકોટ શહેર-જીલ્લાની તમામ ૮ બેઠકો ઉપર એક-એક ઇકો ફ્રેન્ડલી મતદાન મથક બનશે : સંપૂર્ણ પ્લાસ્ટીક મુકત હશે

રાજકોટ તા.૮: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ને લઈને મતદાતાઓ લોકશાહીના પર્વમાં જોડાય તે માટે મતદાન મથકોને લઈને વિવિધ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

જે અનુસંધાને રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વસ્થ અને સ્વચ્છ પર્યાવરણની જાગૃતિભર્યા સંદેશા સાથે જિલ્લાની ૮ વિધાનસભાની બેઠકોમાં ઈકો ફ્રેન્ડલી મતદાન મથકની રચના કરવામાં આવશે. જિલ્લાની ૮ વિધાનસભા બેઠક દીઠ દરેક બેઠકમાં એક પ્લાસ્ટીકમુકત મતદાન મથક તૈયાર કરવામાં આવશે.

રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મતવિસ્તાર અન્વયે  ૬૮ - રાજકોટ ઈસ્ટ ઝોનમાં ભાવનગર રોડ ખાતેની ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજના રૃમ નંબર ૧, ૬૯ - રાજકોટ વેસ્ટ ઝોનમાં આવેલા રૈયા ખાતેના આર.એમ.સી. વોર્ડ નંબર ૧, ૭૦ - રાજકોટ સાઉથ ઝોનમાં અંબાજી કડવા પ્લોટમાં આવેલી આર.એમ.સી. સ્કૂલ નંબર ૬૯ના નવા બિલ્ડીંગના રૃમ નંબર ૦૩, ૭૧ - રાજકોટ ગ્રામ્યમાં ૭ - રામનગર પ્રાથમિક શાળાના રૃમ નં.૧, ૭૨ - જસદણમાં ૧૦૨, ચિતલીયા નવી પ્રાથમિક શાળા, અર્જુન બ્લોક, ચિતલીયા, ૭૩ - ગોંડલમાં ૧૦૭ - અટલ જનસેવા કેન્દ્ર, જેલ ચોક, ગોંડલ, ૭૪ - જેતપુરમાં ૧૩૧ - કાગવડ - ૨, પ્રાથમિક શાળા, કાગવડ, ૭૫ - ધોરાજીમાં ઉપલેટાની ટી. જે.ગર્લ્સ હાઈસ્કુલ, ઉપલેટા ખાતે ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

(3:23 pm IST)