Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

જો હું પ વર્ષમાં કામ ન કરૂ તો બીજી વાર મત માંગવા નહીં આવું : કેજરીવાલ

‘આપ'ના રાષ્‍ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાજકોટ રૂરલ, જેતપુર અને કાલાવાડમાં ‘આપ' દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો : આમ આદમી પાર્ટીના રોડ શોમાં રાજકોટ અને જામનગરની જનતાએ ઉત્‍સાહભેર ભાગ લીધો

રાજકોટ તા.૭: ગુજરાતમાં ચાલી રહેલી પરિવર્તનની આંધીને આગળ વધારવા માટે ‘આપ' રાષ્‍ટ્રીય સંયોજક અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો.

ગુજરાતની દરેક વ્‍યક્‍તિ, બાળકો-વળદ્ધો,સ્ત્રી-પુરુષો દરેક જણ હવે ગુજરાતમાં પરિવર્તન ઈચ્‍છે છે. ગુજરાતના કોઈપણ ખૂણે જાઓ, કોઈને પણ પૂછો, લોકો આ જ વાત કહે છે કે અમે ૨૭ વર્ષથી થાકી ગયા છીએ, હવે અમને પરિવર્તન જોઈએ છે. પહેલા લોકો પાસે કોઈ યોગ્‍ય વિકલ્‍પ નહોતો, પરંતુ હવે ગુજરાતની જનતા એક મહાન વિકલ્‍પ તરીકે આમ આદમી પાર્ટીને પરિવર્તનની આશા સાથે જોઈ રહી છે. આમ આદમી પાર્ટીની જનતા માટે કામ કરવાની રાજનીતિ અને જનતાનાં નિર્ણય પ્રમાણે નિર્ણય લેવાની રીત, ગુજરાતની જનતાને પસંદ આવી રહી છે. જનતાના અભિપ્રાય મુજબ, ઇસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીનો મુખ્‍યમંત્રી ચહેરો જાહેર કરવાનાં નિર્ણયને ગુજરાતમાં જનતાએ ઘણો વધાવ્‍યો છે અને ત્‍યારથી આમ આદમી પાર્ટી પ્રત્‍યે ગુજરાતની જનતાનું સમર્થન વધારે વધીગયું છે. ગુજરાતમાં ચાલી રહેલી પરિવર્તનની આંધીને આગળ વધારવા માટે ‘આપ' રાષ્‍ટ્રીય સંયોજક અને દિલ્લીનાં મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે' આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો.

‘આપ' રાષ્‍ટ્રીય સંયોજક અને દિલ્લીનાં મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે સરદાર મેન રોડ-રાજકોટ રૂરલ, કાલાવાડ-જામનગર અને જેતપુર-રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો અને તે રોડ શોનું નેતળત્‍વ કર્યું. અરવિંદ કેજરીવાલજીના નેતળત્‍વમાં અને આમ આદમી પાર્ટીના અન્‍ય નેતાઓ અને કાર્યકરોઓ સાથે મળીને રોડ શો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્‍યો. જેમાં રાજકોટ અને જામનગરની જનતાએ ઉત્‍સાહભેર ભાગ લીધો અને આમ આદમી પાર્ટી પ્રત્‍યે પોતાનું સકારાત્‍મક સમર્થન જાહેર કર્યું હતો.

આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય સંયોજક અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે રોડ શોમાં હાજર હજારો લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે તમે લોકોએ મને તમારો ભાઈ માન્‍યો છે, તમારા પરિવારનો ભાગ માન્‍યો છે, તો હું તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રસ્‍ત છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાન નથી ચલાવી શકતા. હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્‍યા પછી ૧ માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ. તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. દિલ્‍હીમાં લોકોને ૨૪ કલાક વીજળી મળે છે, તો પણ બિલ ઝીરો આવે છે. પંજાબમાં પણ અમારી સરકાર છે, ત્‍યાં પણ ૨૪ કલાક વીજળી મળે છે, તો પણ ત્‍યાંના લોકોનું બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ અમે ૨૪ કલાક અને મફત વીજળી આપીશું.

તમારી સારવાર માટે શાનદાર હોસ્‍પિટલ બનાવીશું. દિલ્‍હીમાં પણ અમે ઘણી સારી હોસ્‍પિટલો બનાવી, મોહલ્લા ક્‍લિનિક બનાવ્‍યા અને તમામ લોકો માટે તમામ સારવાર મફત કરી ગરીબ અને અમીર સૌની સારવાર મફત કરી દીધી.. ભગવાન ના કરે તમારા ઘરમાં કોઈ બીમાર પડે, પણ કોઈ બીમાર પડે તો તમારો ભાઈ અને તમારો દીકરો બનીને બધો ખર્ચ ઉઠાવીશ. ગુજરાતમાં પણ દિલ્લીની જેમ ઘણી બધી હોસ્‍પિટલો ખોલીશું અને શાનદાર મોહલ્લા ક્‍લિનિક બનાવીશું. જો  ૫ ની દવા હશે તે પણ મફત અને  ૨૦,૦૦,૦૦૦ નું ઓપરેશન હશે તો પણ મફત.

મને રાજનીતિ કરતા નથી આવડતું, મને ગુંડાગીરી કરતા નથી આવડતું, એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે. ૨૭ વર્ષથી આ લોકોએ ગુંડાગીરી કરી રાખી છે. જો તમારે ગુંડાગીરી જોઈએ છે, ભ્રષ્ટાચાર જોઈએ છે,  ગંદકી જોઈએ છે, ખરાબ રાજનીતિ જોઈએ છે, તો એ લોકોને વોટ આપી દેજો. તમારે શાળાઓ જોઇએ, હોસ્‍પિટલો જોઇએ, ભ્રષ્ટાચાર મુક્‍ત શાસન જોઇએ અને એક સારી વ્‍યવસ્‍થા જોઈએ, તો તમે અમને વોટ આપજો. ૨૭ વર્ષ આપ્‍યા તમે એ લોકોને મને માત્ર ૫ વર્ષ આપી દો. જો હું ૫ વર્ષમાં કામ ના કરું તો બીજી વાર વોટ માંગવા નહીં આવું. હું જે પણ કહું છું તે ખૂબ જાણી વિચારીને કહું છું. હું તમને કયારેય નહીં કહું કે હું તમને ૧૫ લાખ આપીશ. હું એ જ બોલી રહ્યો છું જે દિલ્લી અને પંજાબમાં કરીને આવ્‍યો છું. ગુજરાતને પણ એક સાથે મળીને આપણે આગળ લઇ જઇશું.

(1:29 pm IST)