Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

રાજકોટ ગ્રામીણ વિધાનસભા સીટના રાજકીય સમીકરણો

રાજ્‍યમાં ચૂંટણીની તારીખના એલાનની સાથે જ દરેક પક્ષોએ ઘડી રણનીતિ

નવી દિલ્‍હી તા. ૮ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ સાથે રાજયમાં રાજકીય પારો પણ ઊંચો છે. જનતાને પોતાના પક્ષમાં કરવા માટે તમામ પક્ષો પોતપોતાની રણનીતિમાં વ્‍યસ્‍ત છે.

આ દરમિયાન, અમે તમને રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભા બેઠક વિશે માહિતી આપી રહ્યાં છીએ. આ બેઠક ૨૦૧૭માં ભાજપના લાખાભાઈ સાગઠીયાએ જીતી હતી. તેમને ચૂંટણીમાં ૯૨૧૧૪ મત મળ્‍યા હતા. તેમણે કોંગ્રેસના વશરામભાઈ આલાભાઈ સાગઠીયાને ૨૧૭૯ મતોથી હરાવ્‍યા હતા. જનતાએ કોંગ્રેસના ઉમેદવારને ૮૯૯૩૫ મત આપ્‍યા હતા. આ બેઠક પરથી ૯ અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.

વર્ષ ૧૯૯૫માં અહીંથી કોંગ્રેસના ઉમેદવાર જીત્‍યા હતા. આ પછી ભાજપે ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭માં જીત મેળવી હતી. ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપના ભાનુબેન બાબરિયાએ કોંગ્રેસના લાખાભાઈ જેઠાભાઈને ૯ હજાર મતોથી હરાવ્‍યા હતા. અગાઉ ૨૦૦૭માં ભાજપના ભાનુબેન બાબરીયાએ કોંગ્રેસના કાંતાબેન બાબુભાઈને ૪૧ હજાર મતોથી હરાવ્‍યા હતા.

આ વખતે જનતા કયા પક્ષના ઉમેદવારને આશીર્વાદ આપશે તે તો સમય જ કહેશે. પરંતુ આ બેઠક પર છેલ્લી ચૂંટણી માત્ર ૨ હજાર મતથી હારી ગયેલી કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે.

(4:15 pm IST)