Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

આદર્શરૂપ સુપર સિનીયર અભિનયકર્મી કૌશિક સિંઘવનો ૭૮માં વષર્મા પ્રવેશ

રાજકોટઃ રાજયભરમાં જેમની રંગભૂમિ, રેડિયો તથા ટીવી ફિલ્‍મસના સક્ષમ કલાકારની પ્રતિષ્‍ઠા છે તે કૌશિક સિંઘવનો આજે ૭૮મો જન્‍મદિન છે.(જન્‍મઃ ૮/૧૧/૧૯૪૫) તેઓએ કુંવારાએ કરી લીલા, પતાની જોડ, પહાડનું બાળક, મહાપ્રયાણ, રઘુકુલ રીતી, આંખોની આરપાર, વહુએ વગોવ્‍યા ખોરડા, તથા મોક્ષ જેવા ઉતમ ૭૦-૭૫ રંગમંચિય, રેડિયો ટીવીના ૪૦૦ તથા વોઇસ ઓવર આર્ટસ્‍ટ તરીકે ૨૨૫ મળી ૭૦૦ જેટલા અભિનય પ્રોજેકટ્‍સમાં પોતાના રૂઆબદાર અભિનયનો પરચો કરાવ્‍યો છે.

દશરથ, સરદાર, ર.ટાગોર, પોરહાવાળો, વેગડાજી ભીલ, શાહબુદીન, વી.એન.ગાડગીલ તથા જૈફવયે એક અનોખો રાવણ જેવા જાણીતા ચરિત્રોમાં તો અસાધારણ અભિનય ઉંચાઇ દર્શાવી. ઠંડે કલેજે, આ નાટક તો થશે જ, કિસ્‍સા ખુરશીકા, રેડ સી તથા મોક્ષ સહિતના ઘણા નાટકોનું દિગ્‍દર્શન કરી તેમાં તથા અભિનયમાં પારિતોષિકો પણ પામ્‍યા, વ.પત્રોના આલેખનોથી પોતાનો વિશાળ વાચક વર્ગ ઉભો કર્યો છે. અકાદમી પણ તેઓની નાટય સેવાઓ લે છે. હાલની સુપર સીનીયર વયે પોતાના નાટય ફળિયે તેમના દીર્ઘ નાટય અનુભવનો લાભ યુવાનોને નાટય તાલીમરૂપે આપતા રહી પોતે પણ સંવાદો-ગીતોનો સતત રીયાઝ કરતા રહી શોર્ટ ફિલ્‍મસમાં અભિનયરત રહે છે.

નાટય સેવાની કદરરૂપે તેઓ અપાર કક્ષાયુકત માન સન્‍માન અને એવોર્ડથી બહુમાનિત થયા છે તે સૌને સુવિદીત છે જ. છેક નહેરુથી નરેન્‍દ્ર મોદી યુગ સુધીના આ નાટય વડલાસમ પ્રતિભાવ ત અભિનય દાદાના જન્‍મદિન નિમિતે તેઓને અભિનંદન વર્ષ સતત થતી રહી છે.(મો.૭૩૫૯૩ ૨૬૦૫૧)

(1:12 pm IST)