Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ચરાડવામાં ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહની ભવ્‍યતાથી ઉજવણી

શ્રી મહાકાળી આશ્રમે પૂ. દયાનંદગીરીજી મહારાજ, પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્‍યમાં કચ્‍છના કથાકાર કશ્‍યપભાઇ જોષીના વ્‍યાસાસને આયોજીત કથાનો લાભ લેતા ભાવિકો : ચરાડવા ખાતે શ્રી મહાકાળી આશ્રમે પૂ. દયાનંદગીરીજી મહારાજ અને પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્‍યમાં કથાકાર કશ્‍યપભાઇ જોષીના વ્‍યાસાસને આયોજીત શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહમાં રૂક્ષ્મણી વિવાહની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી તે નજરે પડે છે.

રાજકોટ તા. ૮ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ખાતેના સુપ્રસિધ્‍ધ શ્રી મહાકાળી આશ્રમે પૂ. દયાનંદગીરીજી મહારાજ અને પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્‍યમાં કચ્‍છના કથાકાર કશ્‍યપભાઇ જોષીના વ્‍યાસાસને શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ તથા વિષ્‍ણુયાગનું ભવ્‍ય આયોજન કરાયું છે. આ ધર્મોત્‍સવ આજે વિરામ લેશે.

ગઇકાલે શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞમાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગની ઉજવણી ભવ્‍યતાથી કરવામાં આવી હતી અને ચરાડવાથી વાજતે - ગાજતે જાન આવી હતી અને ધામધૂમપૂર્વક રૂક્ષ્મણી વિવાહ કરવામાં આવ્‍યા હતા. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા હતા અને લગ્નમાં સહભાગી થયા હતા.

આજે શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહમાં  સુદામા ચરિત્ર અને પરિક્ષીત મોક્ષની કથા રજુ કરવામાં આવશે.

પૂ. દયાનંદગીરીજી મહારાજ અને પૂ. અમરગીરીજી મહારાજના આશિર્વાદ લેવા તથા કથાનું રસપાન કરવા આવી રહ્યા છે.

આજે બપોરે કથા વિરામ થયા બાદ શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહની પોથીજીને શ્રી મહાકાળી આશ્રમે મુકવામાં આવશે. ગઇકાલે રાત્રીના બાબુ આહિર અને ઘનશ્‍યામ ઝુલાની સંગાથે રાસ-ગરબાની રમઝટ બોલી હતી.

(12:28 pm IST)