Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

દેવ દીવાળી નિમિતે લોધીકામાં વિશાળ રંગોળી બનાવાઇ

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૮ :.. દેવ દિવાળી નિમિતે લોધીકામાં હંસોરા પરિવારની દિવ્‍યા ભુપતભાઇ, શીતલ અરવિંદભાઇ, શિવાની કમલેશગીરી દ્વારા દેવ દિવાળીનાં દિવસે ૧૦ ફુટ × ૧૦ ફુટની વિશાળ રંગોળીનું સર્જન કરવામાં આવેલ. હંસોરા પરિવારનાં નિવાસ સ્‍થાને વિશાળ ગ્રાઉન્‍ડમાં ૩પ કિલો ચીરોડીનો ઉપયોગ કરી કલાત્‍મક રંગોળીનું આલેખન કરી ભકિત ભાવનાં પ્રગટ કરેલ હતી.

(12:08 pm IST)