Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

‘વાહેગુરૂજી કા ખાલસા, વાહેગુરૂજી કી ફતેહ' : ગુરૂનાનક જયંતિની ઉમંગભેર ઉજવણી

રાજકોટ : પૂ.ગુરૂનાનકદેવ મહારાજનો આજે જન્‍મોત્‍સવ છે. શીખ અને સિંધી સમાજમાં હર્ષોલ્લાસ છવાયો છે. શહેરના સદર, પરસાણાનગર, જંકશન પ્‍લોટ સહિતના વિસ્‍તારોમાં આવેલા ગુરૂદ્વારાઓમાં સવારથી ધર્મમય કાર્યક્રમો યોજાયા છે. રાત્રીના દાંડીયારાસ, નાચગાન, આતશબાજી, કેક કાપીને શ્રી ગુરૂનાનક જન્‍મોત્‍સવ ઉજવાશે. ઠેર-ઠેર સત્‍સંગ, ભજન, કણાપ્રસાદ વિતરણ, રકતદાન કેમ્‍પ સહિતના કાર્યક્રમોના આયોજનો થયા છે. સવારે પ્રભાતફેરી યોજવામાં આવી હતી. ગુરૂમંદિરોમાં આજે વહેલી સવારથી દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. ભક્‍તિ સત્‍સંગના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જે તસ્‍વીરમાં જોઇ શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:34 pm IST)