Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

દિલ્‍હીમાં જાન્‍યુઆરીમાં સૌથી મોટો ઇન્‍ટરનેશનલ ઓટો એકસ્‍પો : રાજકોટ એન્‍જી. એસો.ને જગ્‍યા ફાળવાઇ

રાજકોટ તા.૭ : સી.આઇ.આઇ. દ્વારા ૧૬ માં ઓટો એકસપોનું દિલ્‍હી ખાતે તા. ૧૨ જાન્‍યુઆરીથી ૧૫ જાન્‍યુઆરી સુધી આયોજન કરાયુ છે.

જેમાં રાજકોટ એન્‍જીનીયરીંગ એસોસીએશન દ્વારા પણ સ્‍ટોલ બુક કરી ૫૦૦ મીટર જગ્‍યામાં પ્રોડકટસ ડીસ્‍પ્‍લે પેવેલીયન ઉભુ કરવામાં આવેલ છે.

આ એકસ્‍પોમાં વધુમાં વધુ ઉદ્યોગકારો જોડાઇને વૈશ્વિક હરીફાઇમાં સ્‍થાન બનાવશે. રાજકોટના ઉદ્યોગો માટે ઉજવળ તક સર્જાઇ છે. જોડાવા ઇચ્‍છુકોએ રાજકોટ એન્‍જીનીયરીંગ એસો.ના માનદ મંત્રી નરેન્‍દ્ર પાંચાણી (મો.૯૮૨૫૫ ૧૬૬૭૭) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:50 am IST)