Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

વડાળી શ્રી વિહોત માતાજીના મંદિરે શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ

રાજકોટ - ભાવનગર હાઈવે ઉપર આવેલ વડાળી ગામે ધર્મોત્‍સવ : ગ્રામજનો દ્વારા તડામાર તૈયારીઓ : તા. ૧૫ ડિસેમ્‍બરથી તા. ૨૩ ડિસેમ્‍બર સુધી ભવ્‍યાતિભવ્‍ય આયોજન : કથા દરમિયાન દરરોજ મહાપ્રસાદ : શાષાી ભરતભાઈ વ્‍યાસ (રાજકોટ) કથાનું સંગીતમય રસપાન કરાવશે : ભાવિકોને આમંત્રણ આપતા મંદિરના પૂજારી કાંતિભાઈ

શ્રી વિહોત માતાજીના આંગણે દેવી ભાગવત કથા

રાજકોટ : અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનું આમંત્રણ આપતા શ્રી વિહોત માતાજીના મંદિરના પૂજારી શ્રી કાંતિભાઈ મો. ૯૯૧૩૧ ૩૧૭૨૮ નજરે પડે છે.

 

રાજકોટ : શહેરની ભાગોળે ભાવનગર હાઈવે ઉપર આવેલ વડાળી ગામ (વાયા ત્રંબા, તા.જી. રાજકોટ) ખાતે આવેલ સુપ્રસિદ્ધ એવા શ્રી વિહોત માતાજીના મંદિરે આગામી તા. ૧૫ ડિસેમ્‍બરથી તા. ૨૩ ડિસેમ્‍બર સુધી શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ છે.

શ્રી વિહોત માતાજી મંદિરના પૂજારી શ્રી કાંતિભાઈના જણાવ્‍યા મુજબ આગામી ડિસેમ્‍બર માસમાં કથાનું આયોજન કરાયુ હોય તડામાર તૈયારીઓ થઈ રહી છે. સમસ્‍ત વડાળી ગામના ભાઈ - બહેનોનો ખૂબ જ સહયોગ મળી રહ્યાનું જણાવ્‍યુ હતું.

શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનું કથાકાર શાષાીજી ભરતભાઈ ડી. વ્‍યાસ (રાજકોટવાળા) સરળ સંગીતમય શૈલીમાં કથા રસપાન કરાવશે. કથાનો સમય : સવારે ૯ થી ૧૨ બપોરે ૩ થી ૬ રહેશે.

કથા દરમિયાન માંગલિક પ્રસંગો ઉજવાશે. તા. ૧૫-૧૨ના ગુરૂવારના રોજ સવારે સ્‍થાપિત દેવતાઓની પૂજા, બપોર પછી ૩ કલાકે પોથી યાત્રા - શ્રી દેવી ભાગવતનું મહાત્‍મ્‍ય, તા. ૧૬-૧૨ના શુક્રવારે સવારે શ્રીમદ્દ દેવી ભાગવતની રચના, બપોરે આદ્યશકિતનું ચરિત્ર, તા. ૧૭-૧૨ના શનિવારે સાંજે ૫:૩૦ કલાકે શ્રી ભુવનેશ્વરીનું પ્રાગ્‍ટય, તા. ૧૮-૧૨ના રવિવારે સાંજે ૫:૩૦ કલાકે ગાયત્રી પ્રાગટય, તા. ૧૯-૧૨ના સોમવારે સાંજે ૫:૩૦ કલાકે, જગદંબા પ્રાગટય, નવદુર્ગા પ્રાગટય, તા. ૨૦-૧૨ના મંગળવારે સાંજે ૫:૩૦ કલાકે દેવી પ્રાગટય, મહાકાળી પ્રાગટય, તા. ૨૧-૧૨ના બુધવારે સાંજે ૫ કલાકે શિવ પાર્વતી વિવાહ, તા. ૨૨-૧૨ના ગુરૂવારે સાંજે ૫:૩૦ કલાકે અન્‍નપૂર્ણા ઉત્‍સવ, તા. ૨૩-૧૨ના શુક્રવારે સવારે શ્રીમદ્દ દેવી ભાગવતની હુંડી બપોરે ૧૨ કલાકે કથા વિરામ.

કથા દરમિયાન બપોરે ૧૧ થી ૨ વાગ્‍યા સુધી મહાપ્રસાદ રાખેલ છે. ભાવિકોને સંગીતમય કથામૃતનો લાભ લેવા અપીલ કરાઈ છે.

(11:47 am IST)