Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

રાજકોટ વિધાનસભાની આઠેય બેઠકો માટે ૨૧૮ ફોર્મ ઉપડયાઃ હજુ કોઇ ફોર્મ ભરાયુ નથી

રાજકોટ,તા.૮: જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્‍યો છે.  ગઇ કાલે ૭મી નવેમ્‍બરે આશરે ૨૧૮ ફોર્મનો ઉપાડ થયો હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્‍યું છે. જો કે એકપણ નામાંકન ફોર્મ હજુ સુધી ભરાઈને આવ્‍યું નથી.

૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે ૨૬ ઉમેદવારી ફોર્મ, ૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક માટે ૧૮ ફોર્મ, ૭૦-રાજકોટ દક્ષિણ વિધાનસભા માટે ૨૭ ફોર્મ, ૭૧-રાજકોટ ગ્રામ્‍ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા બેઠક માટે ૧૦ ફોર્મ, ૭૨-જસદણ વિધાનસભા બેઠક માટે ૧૪ ફોર્મ, ૭૩-ગોંડલ વિધાનસભા બેઠક માટે ૨૦ ફોર્મ, ૭૪-જેતપુર વિધાનસભા માટે ૨૧ ફોર્મ, ૭૫-ધોરાજી વિધાનસભા બેઠક માટે ૦૬ ફોર્મ મળીને ૧૪૨ ફોર્મનો ઉપાડ થયો હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે. બે દિવસમાં આશરે ૨૧૮ જેટલા ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો છે. હજુ સુધી એકપણ નામાંકન ભરાઈને આવેલું નથી.

(10:54 am IST)