Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

રાજકોટ શહેર-જીલ્લાના ૨૦ હજારના સ્‍ટાફનું ચૂંટણી સંદર્ભે પ્રથમ રેન્‍ડેમાઇઝેશન : હજુ બે વખત અદલાબદલી થશે

રાજકોટ તા. ૮: રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકો પર મુક્‍ત અને ન્‍યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્‍વમાં જિલ્લા ચૂંટણી તંત્ર એક્‍શન મોડમાં છે. જિલ્લા કલેક્‍ટર કચેરી ચૂંટણી કામગીરી માટે સ્‍ટાફ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

નિવાસી અધિક કલેક્‍ટર શ્રી કેતન ઠક્કર તથા જિલ્લાના અધિક ચૂંટણી અધિકારીશ્રી એસ.જે. ખાચરની ઉપસ્‍થિતિમાં જિલ્લાની આઠેય વિધાનસભા વિસ્‍તારોમાં ચૂંટણી કામગીરી માટે કેટલા સ્‍ટાફની જરૂરિયાત છે, તેની સમીક્ષા કરવામાં આવી હતી.

આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ જણાવ્‍યું હતું કે, ચૂંટણી કામગીરી માટે જે સ્‍ટાફના ઓર્ડર થયેલા છે, તેઓનું પ્રથમ રેન્‍ડમાઈઝેશન કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે સ્‍ટાફને વિવિધ હોદ્દાઓ ફાળવવામાં આવ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી દિવસોમાં હજુ બે વાર સ્‍ટાફ રેન્‍ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં બીજા રેન્‍ડમાઈઝેશનમાં સ્‍ટાફને વિધાનસભા મત વિસ્‍તારોની ફાળવણી અને ત્રીજા રેન્‍ડમાઈઝેશનમાં બૂથની ફાળવણી થતી હોય છે. આ બધી જ પ્રક્રિયા સોફટવેર આધારિત હોય છે.

(10:51 am IST)