Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

‘અકિલા' પરિવારના સિનીયર સદસ્‍ય રણજીતસિંહ ચોૈહાણનું જન્‍મદિનના બીજા જ દિવસે દુઃખદ અવસાન

માતા શારદાબેન, પિતા નટવરસિંહ ચોૈહાણ, ધર્મપત્‍નિ ફાલ્‍ગુનીબેન, ભાઇ મિહીર, પુત્ર ચિન્‍મય સહિતના સ્‍વજનોને વિલાપ કરતાં છોડી ગયાઃ ‘અકિલા' પરિવારે મોૈન પાળી શ્રધ્‍ધાંજલિ આપી : ગુરૂવારે સાંજે ૪ થી ૬ પ્રાર્થના સભા

‘અકિલા' પરિવારના સિનીયર સદસ્‍ય રણજીતસિંહ નટવરસિંહ ચોૈહાણનું આજે સવારે દુઃખદ અવસાન થતાં સમગ્ર ચોૈહાણ પરિવાર અને અકિલા પરિવારમાં ગમગીન છવાઇ ગઇ હતી. અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા, નિમીષભાઇ ગણાત્રા, ભાજપ આગેવાન નિતીનભાઇ ભારદ્વાજ, અકિલાના અમિત જોષી સહિતનાએ સદ્દગતના રેલનગર ખાતેના નિવાસસ્‍થાને પહોંચી પુષ્‍પાંજલિ અર્પણ કરી ચોૈહાણ પરિવાર પર આવી પડેલા  દુઃખમાં સહભાગી થઇ સાંત્‍વના પાઠવી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૮: ‘અકિલા' પરિવારના સિનીયર સદસ્‍ય રણજીતસિંહ નટવરસિંહ ચોૈહાણ (ઉ.વ.૫૦)નું આજે તા. ૮/૧૧/૨૨ના સવારે દુઃખદ અવસાન થતાં સમગ્ર ચોૈહાણ પરિવાર અને અકિલા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. અકિલા પરિવારે મોૈન પાળી સદ્દગતને શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી હતી. ગઇકાલે જ રણજીતસિંહ ચોૈહાણનો જન્‍મદિવસ હતો અને આજે તેણે આ દુનિયામાંથી વિદાય લીધી હતી.  ઘટનાને પગલે ‘અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા, નિમીષભાઇ ગણાત્રા તેમજ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ સહિતનાએ સવારે રેલનગર ખાતેના નિવાસસ્‍થાને પહોંચી સદ્દગતને પુષ્‍પાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્‍વના પાઠવી હતી.

રણજીતસિંહ ચોૈહાણ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તેમના પિતાજીશ્રી નટવરસિંહ ચોૈહાણ રેલ્‍વે જે.સી. બેંકમાં કર્મચારી હતાં તેમજ ફુલછાબ દૈનિકમાં પણ લાંબો સમય સુધી ફરજ બજાવી ચુક્‍યા છે. રણજીતસિંહ પોતાની પાછળ પિતા નટવરસિંહ, માતા શારદાબેન, ધર્મપત્‍નિ ફાલ્‍ગુનીબેન ચોૈહાણ, ભાઇ મિહીરભાઇ, તેમજ શ્રીમતિ અર્ચનાબેન મિહીરભાઇ ચોૈહાણ, પુત્ર ચિન્‍મય, પોૈત્ર દ્વિજ, શ્રીમતિ જેનિકાબેન ચિન્‍મય ચોૈહાણ, બહેનો વર્ષાબેન હરિભાઇ રાજપૂત,  વંદનાબેન ભરતભાઇ જાદવ સહિતને વિલાપ કરતાં છોડી ગયા છે.

રણજીતસિંહે યુવાન વયે ઇલેક્‍ટ્રીશીયન તરીકે કામ શરૂ કર્યુ હતું. એ પછી ‘અકિલા' કાર્યાલયમાં જોડાયા હતાં અને પોતાની આવડતને આધારે પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ખુબ લાંબા સમય સુધી તેમણે મ્‍યુનિસિપલ કોર્પોરેશન કચેરીના સિનીયર રિપોર્ટર તરીકે ફરજ બજાવી હતી. જેમાં તેમને સદ્દગત સિનીયર રિપોર્ટરશ્રી નરેન્‍દ્રભાઇ પારેખ (મામા)નું સતત માર્ગદર્શન સાંપડયું હતું. મહાનગર પાલિકાના સમાચારોમાં હમેંશા અગ્રેસર રહી રણજીતસિંહે પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી. બનાવની જાણ થતાં મહાપાલિકાના અધિકારીઓ, પદાધીકારીઓ, કર્મચારીઓમાં પણ શોક છવાઇ ગયો હતો.

સદ્દગત રણજીતસિંહ ચોૈહાણની અંતિમયાત્રા આજે તા. ૮ના સવારે ૧૧:૦૦ કલાકે તેમના નિવાસસ્‍થાન રેલનગર બ્‍લોક નં. ૩૦, રેલનગર અન્‍ડર બ્રિજ પાસે રાજકોટ ખાતેથી નીકળી હતી.

‘અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા, નિમીષભાઇ ગણાત્રા, ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ સહિતનાએ નિવાસ સ્‍થાને પહોંચી પુષ્‍પાંજલિ અર્પણ કરી

પ્રાર્થના સભા

સદ્દગતની પ્રાર્થના સભા તા. ૧૦/૧૧/૨૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, સાઇનાથ મંદિર, સાઇબાબા સોસાયટી રેલનગર પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

(મો. મિહીરભાઇ-૯૮૭૯૦ ૦૬૬૫૫), ચિન્‍મય ચૌહાણ (મો. ૯૦૩૩૯ ૭૪૦૫૦)

(10:42 am IST)