Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

જો હું 5 વર્ષમાં કામ કરું નહીં તો બીજી વાર વોટ માંગવા નહીં આવુંઃ આ બંને પાર્ટીવાળા બધા જ પૈસા મળીને ખાઈ જાય છે : 27 વર્ષ આપ્યા તમે એ લોકોને મને માત્ર 5 વર્ષ આપી દો:જે FIR નોંધવામાં આવી છે તેમાં તે કંપનીનું નામ નથી જેણે મોરબીનો બ્રિજ બનાવ્યો હતો: ગુજરાતમાં પણ દિલ્લીની જેમ શાનદાર શાળા બનાવીશ: તમારા બાળકો માટે પુસ્તકો મફત, યુનિફોર્મ મફત, શિક્ષણનો તમામ ખર્ચ મફત કરી દઈશું: દિલ્હીમાં IAS અને મજૂરોના બાળકો એક જ બેંચ પર અભ્યાસ કરે છેઃ દિલ્હીમાં એટલી શાનદાર સરકારી શાળાઓ બનાવી છે કે પ્રાઈવેટ શાળાના બાળકો તેમના નામ કઢાવીને સરકારી શાળામાં એડમિશન લઇ રહ્યા છે:સૌથી મોંઘી વીજળી પૂરા દેશમાં આજે ગુજરાતમાં છેઃગુજરાતમાં અમે 24 કલાક અને મફત વીજળી આપીશું:અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ: અમે 10 લાખ સરકારી નોકરીઓ આપીશું, બેરોજગારોને 3000 દર મહિને બેરોજગારી ભથ્થુ આપીશું: ગુજરાતમાં પણ દિલ્લીની જેમ ઘણી બધી હોસ્પિટલો ખોલીશું અને શાનદાર મોહલ્લા ક્લિનિક બનાવીશું: અરવિંદ કેજરીવાલ*

આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાજકોટ રૂરલ, જેતપુર અને કાલાવાડમાં ‘આપ’ દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો : આમ આદમી પાર્ટીના રોડ શોમાં રાજકોટ અને જામનગરની જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો

રાજકોટ તા.૭ : ગુજરાતમાં ચાલી રહેલી પરિવર્તનની આંધીને આગળ વધારવા માટે ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો.

       ગુજરાતની દરેક વ્યક્તિ, બાળકો-વૃદ્ધો, સ્ત્રી-પુરુષો દરેક જણ હવે ગુજરાતમાં પરિવર્તન ઈચ્છે છે. ગુજરાતના કોઈપણ ખૂણે જાઓ, કોઈને પણ પૂછો, લોકો આ જ વાત કહે છે કે અમે 27 વર્ષથી થાકી ગયા છીએ, હવે અમને પરિવર્તન જોઈએ છે. પહેલા લોકો પાસે કોઈ યોગ્ય વિકલ્પ નહોતો, પરંતુ હવે ગુજરાતની જનતા એક મહાન વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પરિવર્તનની આશા સાથે જોઈ રહી છે. આમ આદમી પાર્ટીની જનતા માટે કામ કરવાની રાજનીતિ અને જનતાનાં નિર્ણય પ્રમાણે નિર્ણય લેવાની રીત, ગુજરાતની જનતાને પસંદ આવી રહી છે. જનતાના અભિપ્રાય મુજબ, ઇસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી ચહેરો જાહેર કરવાનાં નિર્ણયને ગુજરાતમાં જનતાએ ઘણો વધાવ્યો છે અને ત્યારથી આમ આદમી પાર્ટી પ્રત્યે ગુજરાતની જનતાનું સમર્થન વધારે વધીગયું છે. ગુજરાતમાં ચાલી રહેલી પરિવર્તનની આંધીને આગળ વધારવા માટે ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે’ આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો.

        ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરદાર મેન રોડ-રાજકોટ રૂરલ, કાલાવાડ-જામનગર અને જેતપુર-રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ શોમાં ભાગ લીધો અને તે રોડ શોનું નેતૃત્વ કર્યું. અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકરોઓ સાથે મળીને રોડ શો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો. જેમાં રાજકોટ અને જામનગરની જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો અને આમ આદમી પાર્ટી પ્રત્યે પોતાનું સકારાત્મક સમર્થન જાહેર કર્યું હતો.

      આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રોડ શોમાં હાજર હજારો લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે તમે લોકોએ મને તમારો ભાઈ માન્યો છે, તમારા પરિવારનો ભાગ માન્યો છે, તો હું તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાન નથી ચલાવી શકતા. હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ. તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. દિલ્હીમાં લોકોને 24 કલાક વીજળી મળે છે, તો પણ બિલ ઝીરો આવે છે. પંજાબમાં પણ અમારી સરકાર છે, ત્યાં પણ 24 કલાક વીજળી મળે છે, તો પણ ત્યાંના લોકોનું બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ અમે 24 કલાક અને મફત વીજળી આપીશું.

       તમારી સારવાર માટે શાનદાર હોસ્પિટલ બનાવીશું. દિલ્હીમાં પણ અમે ઘણી સારી હોસ્પિટલો બનાવી, મોહલ્લા ક્લિનિક બનાવ્યા અને તમામ લોકો માટે તમામ સારવાર મફત કરી ગરીબ અને અમીર સૌની સારવાર મફત કરી દીધી.. ભગવાન ના કરે તમારા ઘરમાં કોઈ બીમાર પડે, પણ કોઈ બીમાર પડે તો તમારો ભાઈ અને તમારો દીકરો બનીને બધો ખર્ચ ઉઠાવીશ. ગુજરાતમાં પણ દિલ્લીની જેમ ઘણી બધી હોસ્પિટલો ખોલીશું અને શાનદાર મોહલ્લા ક્લિનિક બનાવીશું. જો ₹ 5 ની દવા હશે તે પણ મફત અને ₹ 20,00,000 નું ઓપરેશન હશે તો પણ મફત.

      તમારા બાળક માટે શાનદાર સરકારી શાળા બનાવીશ. દિલ્લીમાં અમે એટલી શાનદાર સરકારી શાળાઓ બનાવી છે કે પ્રાઇવેટ શાળાઓમાંથી બાળકો પોતાનાં નામ નિકાળીને સરકારી શાળાઓમાં એડમિશન લઇ રહ્યા છે. દિલ્લીમાં ક્લાસરૂમમાં બેસીને ગરીબો અને અમીરોનાં બાળકો સાથે અભ્યાસ કરે છે. દિલ્હીમાં IAS અને મજૂરના બાળકો એક જ ડેસ્ક પર બેસીને અભ્યાસ કરે છે. તમારા બાળકો માટે પુસ્તકો મફત, યુનિફોર્મ મફત, અભ્યાસનો તમામ ખર્ચ મફત. દિલ્હીમાં રિક્ષાચાલકોનાં બાળકો એન્જિનિયર બની રહ્યાં છે, મજૂરોનાં બાળકો હવે ડૉક્ટર બની રહ્યાં છે. ગુજરાત માટે મેં એક શાનદાર પ્લાનિંગ કરી રાખી છે.  હું તમારા બાળકોને પણ સારું ભવિષ્ય આપીશ, હું તમારા બાળકો માટે સારી શાળાઓ બનાવીશ. ગુજરાતમાં પણ દિલ્લીની જેમ શાનદાર શાળા બનાવીશ. તમારા બાળકોને પણ સારું ભવિષ્ય આપીશ. આ મારી જવાબદારી છે.

        આજે આપણા બાળકો બેરોજગાર ફરી રહ્યા છે, આ લોકોએ બાળકોને રોજગાર આપવા માટે કોઈ કામ કર્યું નથી. અમે તમારા બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરીશું. અત્યારે અહીં ઘણી બેરોજગારી છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરી. અત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે 20,000 લોકો માટે નવી સરકારી નોકરીઓ આપી. ગુજરાતમાં પણ અમે તમારા બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી તમને રોજગાર નહીં મળે ત્યાં સુધી તમારા બાળકોને 3000 રૂપિયા માસિક બેરોજગારી ભથ્થું આપીશું. અમારી સરકાર આવનારા સમયમાં 10 લાખ સરકારી નોકરીની વ્યવસ્થા કરશે.

      27 વર્ષમાં તેઓએ તમારા બાળકો માટે કોઈ શાળાઓ બનાવી નથી, 27 વર્ષમાં તેઓએ તમારા માટે કોઈ હોસ્પિટલ નથી બનાવી, મેં 6 વર્ષમાં દિલ્હીમાં શાનદાર શાળાઓ અને હોસ્પિટલો બનાવી છે. જે પાર્ટીએ 27 વર્ષ તમારા માટે કંઈ કર્યું નથી તે આગામી 5 વર્ષમાં તમારા માટે કંઈ નહીં કરે. સમગ્ર દેશમાં આજે સૌથી મોંઘી વીજળી ગુજરાતની અંદર છે. આ બંને પક્ષો સાથે મળીને બધા પૈસા ખાય છે. એટલે કે કોંગ્રેસને મત આપવાનો કોઈ ફાયદો નથી. ચૂંટણી પછી કોંગ્રેસ તેમની સાથે જતી રહેશે. 

        હમણાં મોરબીમાં જે બન્યું તે ખૂબ જ દુઃખદ હતું. 150 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાંથી 55 નાના બાળકો હતા. આપણા જ લોકો હતા આપણા જ ભાઇ-બહેન હતા. આજે એમની સાથે જે દુર્ઘટના ઘટી તે આપણી સાથે પણ થઇ શકે છે. જે દુર્ઘટના થઈ તે દુઃખની વાત તો છે જ અને તેનાથી પણ વધુ દુઃખની વાત એ છે કે આ દુર્ઘટના પાછળ જવાબદાર લોકોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જે FIR નોંધવામાં આવી છે તેમાં મોરબી બ્રિજ બનાવનાર કંપનીના નામનો ઉલ્લેખ નથી. શા માટે તેઓને બચાવવામાં આવી રહ્યા છે? આ લોકોનો તેમની સાથે શું સંબંધ છે? 

       મને રાજનીતિ કરતા નથી આવડતું, મને ગુંડાગીરી કરતા નથી આવડતું, એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે. 27 વર્ષથી આ લોકોએ ગુંડાગીરી કરી રાખી છે. જો તમારે ગુંડાગીરી જોઈએ છે, ભ્રષ્ટાચાર જોઈએ છે,  ગંદકી જોઈએ છે, ખરાબ રાજનીતિ જોઈએ છે, તો એ લોકોને વોટ આપી દેજો. તમારે શાળાઓ જોઇએ, હોસ્પિટલો જોઇએ, ભ્રષ્ટાચાર મુક્ત શાસન જોઇએ અને એક સારી વ્યવસ્થા જોઈએ, તો તમે અમને વોટ આપજો. 27 વર્ષ આપ્યા તમે એ લોકોને મને માત્ર 5 વર્ષ આપી દો. જો હું 5 વર્ષમાં કામ ના કરું તો બીજી વાર વોટ માંગવા નહીં આવું. હું જે પણ કહું છું તે ખૂબ જાણી વિચારીને કહું છું. હું તમને ક્યારેય નહીં કહું કે હું તમને 15 લાખ આપીશ. હું એ જ બોલી રહ્યો છું જે દિલ્લી અને પંજાબમાં કરીને આવ્યો છું. ગુજરાતને પણ એક સાથે મળીને આપણે આગળ લઇ જઇશું.

 

(7:43 pm IST)