Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કાલે બપોરે પાટીદાર સંસ્થાઓની મિટિંગ : ઉમિયાધામ ઊંઝા, ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદસર ત્રણેય સંસ્થાના પ્રમુખ અને મંત્રી સહિતના ટ્રસ્ટીઓ હાજર રહેશે

પાટીદાર સંસ્થાઓની બેઠકમાં ત્રણ મુખ્ય સંસ્થા ગેરહાજર રહેશે , માત્ર બે સંસ્થા ઉમિયાધામ ઊંઝા અને સિદસર જ હાજર રહેશે

રાજકોટ તા.૭ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કાલે બપોરે પાટીદાર સંસ્થાઓની મિટિંગ  અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે 3 દિગ્ગજ સંસ્થાની બેઠક મળશે.

ઉમિયાધામ ઊંઝા, ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદસરની ત્રણેય સંસ્થાના પ્રમુખ અને મંત્રી સહિતના ટ્રસ્ટીઓ  હાજર રહેશે.ઉમિયાધામ ઊંઝાના પ્રમુખ બાબુભાઈ જમનાભાઈ પટેલ રહેશે ઉપસ્થિતિ

સૌરાષ્ટ્રથી ઉમિયાધામના જેરામભાઈ પટેલ અને ખોડલધામના નરેશભાઈ પટેલ , ઊંઝાના ઉપપ્રમુખ રમેશભાઈ દૂધવાળા અને સી. કે. પટેલ પણ બપોરે 12 વાગ્યા  ઉમિયા કેમ્પસ સોલા ખાતે બેઠકમા ઉપસ્થિત રહેશે.

       પાટીદાર સંસ્થાઓની બેઠકમાં ત્રણ મુખ્ય સંસ્થા ગેરહાજર રહેશે.માત્ર બે સંસ્થા ઉમિયાધામ ઊંઝા અને સિદસર જ હાજર રહેશે.અમે હાજર રહી શકીઅએ તેમ નથી, બહાર છીએ તેમ આર.પી.પટેલ, પ્રમુખ, વિશ્વઉમિયાધામએ  જણાવ્યું છે.

અમને પુછ્યા વગર મિંટિગનું આયોજન કરાયું છે અમે હાજર નહીં રહીએ તેમ દિનેશભાઈ કુંભાણી,ટ્રસ્ટી, ખોડલધામ એ જણાવ્યું છે.

     નરેશભાઈ પટેલ પણ હાજર નહીં રહે, તેઓ બહાર છે.તેમ રમેશભાઈ ટીલાળા, ટ્રસ્ટી, ખોડલધામ એ જણાવ્યું છે.અમે તો શૈક્ષણિક  સંસ્થા છીઅએ અમે હાજર નહીં રહીએ તેમ ગગજીભાઈ  સુતરિયા ,પ્રમુખ સરદ‍ારધામ એ જણાવ્યું છે.

 હું પુનમ હોવાથી બહાર જઇ રહ્યો છું, વહેલી સવારથી તેમ  બાબુ જમના પટેલ, પ્રમુખ , ઉમિયાધામ ઉંઝા એ જણાવ્યું છે.

 

(10:32 pm IST)