Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

ત્રણ સ્થળેથી ટુવ્હીલર ચોરાઇ ગયા

રાજકોટઃ રણછોડનગર સોસાયટી કડવા ભનુ મેઇન રોડ પર ઓમ ભગવતી ખાતે રહેતાં પ્રશાંતભાઇ દિનેશભાઇ ગજેરા (ઉ.૩૫)નું હોન્ડા જીજે૩બીજે-૦૫૫૫ રૂ. ૧૫ હજારનું કોઇ તેના ઘર પાસેથી ચોરી જતાં અને મોરબી રોડ ઓવર બ્રિજ પાસે રાધિકા પાર્કમાં રહેતાં વિપુલભાઇ ખીમજીભાઇ સુતરીયા (ઉ.૩૬)નું હોન્ડા જીજે૩ઇકયુ-૦૯૩૬ રૂ. ૨૫ હજારુનં કોઇ ગ્રીનલેન્ડ ચોકડીના બગીચા પાસેથી ચોરી જતાં બંનેએ બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ કરી છે. આ ઉપરાંત ત્રીજા બનાવમાં અક્ષરનગર મેઇન રોડ પર રહેતાં પ્રદિપભાઇ હરિલાલ પડીયા (ઉ.૪૯)નું બાઇક જીજે૦એચએફ-૫૩૯૪ તા.૨૨/૮ના રોજ એરપોર્ટ ફાટકની ડાબી સાઇડ રોડ પર અંબાકૃપા મકાનની સામે પાર્ક કર્યુ હતું ત્યાંથી કોઇ ચોરી જતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:14 am IST)