Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

નીચતાની પરાકાષ્ઠા: વિકાસ મેડિકલમાં કોરોનાના 3 દર્દી હોવાની ભૂંડી અફવા કોઈ હરામખોરોએ ઉડાડી

લોકોને આ અફવા તરફ ધ્યાન નહિ આપવા અપીલ ;કાલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવશે

રાજકોટના સુપ્રસિદ્ધ વિકાસ મેડિકલ સ્ટોરના માલિક નાથાભાઈએ આ બાબત  સંપૂર્ણ ખોટી હોવાનું અને એસ્ટ્રોન ચોક તથા હાઉસિંગ બોર્ડના બંને વિકાસ મેડિકલ સ્ટોર યથાવત ચાલુ હોવાનું

અકિલાને જણાવ્યું છે. લોકોને આ અફવા તરફ ધ્યાન નહિ આપવા અપીલ કરી છે. કાલે તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવશે. વિકાસ મેડીકલનું સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ મોટું નામ છે, અહીં હજારો લોકો વિશ્વાસપૂર્વક દવાની ખરીદી કરે છે.

(11:49 pm IST)