Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

એસટીના નવા બસ પોર્ટમાં બે દિ'ના પાર્કીંગના ૮૦ રૂા. : પરંતુ પહોંચ માત્ર ૧૦ની અપાઇ !!

રાજકોટ, તા., ૮: રાજકોટના એક જાગૃત નાગરીકે એસટી ડેપોના અધીકારીઓને ફરીયાદ કરી પાર્કીગ અંગે ફરીયાદો કરી છે તેમણે જણાવ્યું છે કે આપ સૌ જાણો છો કે થોડા સમય પહેલા આપણા રંગીલા રાજકોટમાં ખુબ જ સુંદર બસ પોર્ટનું ઉદઘાટન થયેલ જે આપણા સૌ માટે ખુબ જ આનંદની બાબત છે. પરંતુ સદરહુ બસ પોર્ટના વાહન પાર્કીગની વ્યવસ્થા આશાપુરા પે એન્ડ પાર્ક નામની ખાનગી એજન્સીને સોંપવામાં આવલ છે. ગત રોજ તા.૭-૭-ર૦ર૦ના હું સદરહું પાર્કીગમાં વાહન પાર્ક કરવા માટે ગયેલ તો જાણવા મળેલ કે ત્યાં ર વ્હીલર પાર્કીગના ર૪ કલાકના ૪૦ લે છે. મારે ર દિવસ વાહન પાર્ક કરવાનું હોવાની મારી પાસેથી ૮૦ વસુલ કરેલ પરંતુ પહોંચ માત્ર ૧૦ની જ આપેલ. મેં ત્યાંના જવાબદારને ફરીયાદ કરતા તેઓએ આંખે પટ્ટી બાંધી હોઇ એ રીતે જવાબ આપી લેખીત ઙ્ગરજુઆત કરવા કહી દીધેલ. આ બાબતે તાકીદે તપાસ થવી જરૂરી છે તેમ એમણે ઉમેર્યુ છે.

(4:16 pm IST)