Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

આંબેડકરનગરમાં મગજની બીમારીથી કંટાળી હિના ચાવડાએ ઝેરી દવા પી લેતા મોત

રાજકોટ તા. ૮ શહેરના આજી જીઆઇડીસી પાસે આંબેડકરનગરમાં રહેતી ચમાર યુવતીએ મગજની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ આંબેડકરનગર શેરી નં. ૯ માં રહેતી હીના દેવજીભાઇ ચાવડા (ઉ.ર૦) એ બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.  મૃતક હિના બેભાઇ અને બે બહેનમાં મોટા હતાં તેને ઘણા સમયથી મગજની બીમારી હોય તેથી તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું હતું. આ અંગે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એચ. જી. ગોહીલ અને રાઇટર દર્શનભાઇએ તપાસ આદરી છે.

(4:01 pm IST)