Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

બપોરે ૨:૩૦ વાગ્યે રાજકોટમાં ફુલબહાર તડકો

વરસાદમાં બ્રેક આવશે : મોનસુન ટ્રફ હિમાલયની તળેટીમાં સરકી જશે : છુટાછવાયા સ્થળોએ કયાંક વરસી જાય

રાજકોટ : હવામાન વિભાગે જણાવ્યુ છે કે વેલમાર્ક લો-પ્રેસર અને મોન્સુન ટ્રફની અસરથી ધમધોકાર વરસી ગયો. આ સિસ્ટમ્સ હવે ગુજરાત ઉપરથી આગળ વધી રહી છે. આજે - કાલે છુટોછવાયો વરસી જાય ત્યારબાદ વરસાદની માત્રામાં ઘટાડો આવશે. મોનસુનટ્રફ હિમાલયની તળેટીમાં સરકી જાય છે. જેથી લગભગ એકાદ સપ્તાહ ચોમાસામાં બ્રેક આવશે. જો કે લોકલ સીબી ફોર્મેશનના વાદળોની અસર તળે કયાંક - કયાંક વરસી જાય.

(3:55 pm IST)