Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ખાંડના ભાવો વધે તેવી શકયતા

કેન્દ્ર સરકારે શેરડી પકાવતા ખેડૂતોને રાહત આપવા માટે મીનીમમ સેલીંગ પ્રાઈઝ વધારવાની વિચારણા કરતા ખાંડમાં કિલોએ ૨ થી ૩ રૂ.નો ભાવ વધશે

રાજકોટ, તા. ૮ :. કેન્દ્ર સરકારે શેરડી પકાવતા ખેડૂતોને રાહત આપવા માટે ખાંડની એમએસપી (મીનીમમ સેલીંગ પ્રાઈઝ) ૨ રૂ. વધારવાની વિચારણા કરતા ખાંડમાં કિલોએ ૨ થી ૩ રૂ.નો ભાવ વધવાની શકયતા છે.

કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં સુગર મિલો માટે ખાંડનુ પ્રતિ કવીન્ટલ ૩૧૦૦ રૂ. ભાવ બાંધણુ કરાયુ છે. તેમા ૨૦૦ રૂ. વધારી ૩૩૦૦ કરવાની વિચારણા ચાલી રહી હોય આગામી દિવસોમાં ખાંડના ભાવો વધે તેવી શકયતા છે. વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ હોલસેલમાં ખાંડ ૧ કિલો જીણીના ભાવ ૩૬ થી ૩૭ રૂ. છે. જ્યારે જાડી ખાંડના ૩૭ થી ૩૮ રૂ. છે. હોલસેલમાં ૪૦ રૂ. કિલો ખાંડ વેચાય છે. કેન્દ્ર સરકાર દ્વારા મીનીમમ સેલીંગ પ્રાઈઝમા ભાવ વધારો કરાય તો ખાંડમા ૧ કિલોએ ૨ થી ૩ રૂ.નો ભાવ વધારો થાય તેવી શકયતા છે.

(3:50 pm IST)