Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

બીપીએલ કાર્ડ ધારકોને વધુ બે મહિના ઓફ લાઇન પધ્ધતીથી રાશન વિતરણ થશે

રાજકોટઃ રાજયના ૬૮.૮૦ લાખ જેટલા બીપીએલ કાર્ડ ધારકોને વધુ બે મહિના ઓફલાઇન પધ્ધતીથી રાશન વિતરણ કરવાનું કેબીનેટે નકકી કર્યાનું નાગરીક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ જાહેર કર્યુ છે.

સસ્તા અનાજની દુકાનોએથી સામાન્ય દિવસોમાં ઓનલાઇન થમ્બ ઇમ્પ્રેશનથી અનાજનું વિતરણ કરવામાં આવતુ઼. કોરોનાના કારણે સરકારે તેમા ફેરફાર કરી ઓફલાઇન પધ્ધતીથી વિતરણની મંજુરી આપેલ જેમાં થમ્બ ઇમ્પ્રેશનની જરૂર નથી પરંતુ આધાર કાર્ડના આધારે અનાજ મળી શકતું. સરકારે જુલાઇ-ઓગષ્ટમાં પણ ઓફલાઇન પધ્ધતીથી  વિતરણ કરવાનું નકકી કર્યુ છે. રાબેતા મુજબનું વિતરણ તા.૧૦ થી અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળનુ઼ વિતરણ તા.રપ થી શરૂ થનાર હોવાનું જાણવા મળે છે.

(3:50 pm IST)