Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણી

રાદડિયા જુથ કાલે ફોર્મ ભરશેઃ રાજકોટ બેઠક માટે ભારે ખેંચતાણ

સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનું હોવાથી માત્ર ઉમેદવારો જ ફોર્મ ભરવા જશે

રાજકોટઃ જિલ્લા સહકારી બેંકની તા.ર૬મીએ યોજાનાર ૧૭ બેઠકોની ચુંટણી માટે વર્તમાન ચેરમેન જયેશ રાદડીયાની પેનલ આવતીકાલે બપોરે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા જશે. ૧૬ ઉમેદવારો નક્કી થઇ ગયા છે. રાજકોટ તાલુકાની એક બેઠક માટે ખેંૅચતાણ યથાવત રહી છે. ભાજપના બે જુથો પોતાની પસંદગીનો ઉમેદવાર મુકાવા માંગે છે. વિવાદ ટાળવા માટે સૌએ આખરી નિર્ણય જયેશ રાદડીયા પર છોડયો છે.

રાજકોટની બેઠક માટે ડી.કે.સખીયા , વિજય સખીયા, શૈલેષ ગઢીયા અને વર્તમાન ડીરેકટર નથુભાઇ શીંગાળાના નામ ચર્ચામાં છે. આ ચારમાંથી કોઇ એકનું નામ નક્કી થાય તે આવતીકાલે ફોર્મ ભરશે. ૧૬ ઉમેદવારોના નામ નક્કી થઇ ગયા પછી એક માત્ર બેઠક માટે ઉમેદવાર છેલ્લી ઘડી સુધી જાહેર ન થઇ શકયા તે બાબતે સહકારી ક્ષેત્રે ચર્ચા જગાવી છે. સોશ્યલ ડીસ્ટન્સના નિયમના કારણે આવતીકાલે ફોર્મ ભરતી વખતે માત્ર ઉમેદવારોએ જ જવુ તેવુ નક્કી થયું છે. શહેર શરાફી વિભાગની એક બેઠક માટે રાદડીયા જુથના ઉમેદવાર અરવિંદ તાળા છે. આ બેઠક માટે ચુંટણી થાય તેવા એંધાણ છે. યજ્ઞેશ જોષી, બહાદુરસિ઼હ વગેરેના નામ સંભવીત હરીફ ઉમેદવાર તરીકે સંભળાઇ રહયા છે.

(3:07 pm IST)