Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

બગીચા બંધ છે તો શું થયુ, જાહેર માર્ગો પર બેસીને મોબાઇલ ગેમના સહારે જાગરણ

રાજકોટ : ગઇકાલે જયાપાર્વતીનું જાગરણ હતુ. આમ તો દર વર્ષે રાજકોટ જેવા શહેરોમાં બાગ બગીચા અને હરવા ફરવાના સ્થળોએ કીડીયારૂ ઉભરાયુ હોય તે રીતે માનવ મેદની જામતી હોય છે. પરંતુ આ વખતે કોરાનાના કારણે આવા સ્થળો આ વખતે બંધ હતા. ત્યારે યુવતીઓએ જાહેર માર્ગો પર બેસીને મોબાઇલ ગેમના સહારે રાત્રી પસાર કરવાનો કીમીયો અજમાવી લીધો હતો. રાજકોટના ૧૫૦ ફુટરીંગ રોડ પરના એક દ્રશ્યમાં યુવતિઓ આ રીતે જાગરણ કરતી નજરે પડે  છે.

(તસ્વીર સંદીપ બગથરીયા)

(2:57 pm IST)