Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન અભિયાન : વોર્ડ નં. ૧૮ માં લોકો જોડાવા લાગ્યા

કોર્પોરેશનમાં સતા પરિવર્તનના વાહક બનીશુ : અજીત લોખીલ : ભ્રષ્ટ વ્યવસ્થા બદલવા 'આપ' એક માત્ર વિકલ્પ : રાજભા ઝાલા

રાજકોટ : આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનનો વ્યાપ વધારવા જોરશોરથી અભિયાન શરૂ કરાયુ છે. અલગ અલગ વોર્ડમાં મીટીંગ કરી સમાજ આગેવાનોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત તાજેતરમાં વોર્ડ નં. ૧૮ માં હાથ ધરાયેલ કેમ્પેઇન દરમિયાન શકિતસિંહ જાડેજા અને જીતેન્દ્રભાઇ ચાવડાની આગેવાની હેઠળ પ્રભારી અજીત લોખીલ અને શહેર પ્રમુખ રાજભા ઝાલાની ઉપસ્થિતીમાં વિશાળ સંખ્યામાં લોકો 'આપ'માં જોડાઇ ગયા હતા. સાગરભાઇ ઉનાગર, જનકસિંહ ડાભી, રમેશભાઇ પરમાર, મુકેશભાઇ આંબલિયા, કે. ડી. વણમાર, ધવલભાઇ ડાંગર, રામભાઇ ગોંડલિયા, હંસરાજભાઇ ચાવડા, દેવેન્દ્રસિંહ જાડેજા, નટરાજભાઇ, સમીરભાઇ, દિવ્યેશભાઇ, કાળુભાઇ, લાભુભાઇ વાઘેલા, રમેશભાઇ વગેરે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા. આ તકે સંબોધન કરતા પ્રભારી અજીત લોખીલે જણાવેલ કે દિલ્હીમાં કેજરીવાલ સરકાર લોકોની સુખાકારી માટે ચિંતિત છે તે રીતે ગુજરાતમાં રાજકોટ કોર્પોરેશનમાં પણ સતા પરિવર્તનના વાહક બનવા આમ આદમી પાર્ટી સજજ છે. પ્રમુખ રાજભા ઝાલાએ જણાવેલ કે રાજકોટમાં શાસકોની ભ્રષ્ટવૃતી અને ઇચ્છા શકિતના અભાવે શિક્ષણ અને આરોગ્યના નામે લોકો લુટાઇ રહ્યા છે. ત્યારે આ વ્યવસ્થા બદલવાનું કાર્ય આમ આદમી પાર્ટી સંભાળી લેશે. આ માટે જનતા પાસે હવે 'આપ' એકમાત્ર વિકલ્પ છે. કાર્યક્રમમાં શહેર મંત્રી રાજેશભાઇ પાનસુરીયાએ દિલ્હી સરકારની કામગીરીની માહીતી રજુ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિંતનભાઇએ કર્યુ હતુ.

(2:53 pm IST)