Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોના અને વરસાદી વાતાવરણને કારણે ઘરમાં જ રહીને કરાયુ જયાપાર્વતીનું જાગરણ

રાજકોટ : ગઇ કાલે જયાપાર્વતીનું જાગરણ હતુ. સારો વર અને સારૂ સાસરીયુ મળે તેવી કામના સાથે યુવતીઓ જયાપાર્વતીનું વ્રત રાખતી હોય છે. પાંચ દિવસ નમક વગરનું મોળુ ખાઇને ઉપવાસ એકટાણા કરે છે. છેલ્લે દીવસે આખી રાત્રીનું જાગરણ કરી બીજા દિવસે પારણા કરવામાં આવે છે. ત્યારે ગઇકાલે જ જયાપાર્વતીનું જાગરણ હોય વ્રતધારી બહેનોએ ઘરમાં જ જાગરણ કરવુ પડે તેવી સ્થિતી આ વખતે નિર્માણ પામી હતી. એક બાજુ કોરોનાની અસરના કારણે બાગ બગીચા કે મનોરંજન હરવા ફરવાના સ્થળો બંધ છે. બીજી તરફ વરસાદી વાતાવરણ જામ્યુ હતુ. આવી પરિસ્થિતીમાં બહેનોએ ઘરમાં જ રહીને પરિવારના સભ્યો સાથે જુદી જુદી રમતો રમીને સમય પસાર કરવો વધુ ઉચિત માન્યો હતો. તસ્વીરમાં લુડો, ચોપાટ, ગંજીપો અને વીડીયો ગેમની રમતોનો સહારો લઇ સમય પસાર કરતી બહેનો અને પરિવારજનો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(11:30 am IST)