Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સરદારનગરમાં પૂ.વનિતાબાઈ મ.સ.નું ગુરૂવારે પદાર્પણ

રાજકોટ,તા.૮: શ્રી શાલિભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ.શ્રી ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી પ્રવર્ર્તિની પૂ.વનિતાબાઈ મ.સ. પ્રખરવકતા પૂ.હંસાબાઈ મ.સ.આદિ  તથા નવદીક્ષિતા પૂ.મુકિતશીલાજી મ.સ.ઠાણા-૭ ઈન્દ્રપ્રસ્થનગર ઉપાશ્રયેથી તા.૧૩ને ગુરૂવારે સવારે ૭ કલાકે સકલ સંઘ સહિત વિહાર કરીને પધારશે.

આજીવન સંથારા આરાધક ગુરૂમા પૂ.નર્મદાબાઈ મ.સ.ની પ્રથમ માસિક તિથિ તપ- જપથી તા.૨૮- ૨૯- ૩૦ના ઉજવાશે. ગુરૂમા ગુણાંજલિમાં જીવદયા કળશ જાગૃતિબેન શાહને અર્પણ કરવામાં આવેલ.

પૂ.ધીરજમુનિની સરદારનગરમાં પધરામણી સમયે પ્રમુખ હરેશભાઈ વોરાએ બીનાબેન શેઠ પ્રેરીત ૧૦૦ કિલો લાડુ જુદી- જુદી પાંજરાપોળમાં મોકલવા અંગે જણાવેલ. શૈક્ષણીક- મેડીકલ સહાયના ચેકનું વિતરણ સુશીલાબેન શેઠના હસ્તે અપાયેલ.(૩૦.૧૧)

(3:46 pm IST)
  • આઈએસઆઈનું હવે પછીનું નિશાન જમ્મુ હોવાનો ધડાકો : ૬ સભ્યો વિડીયોગ્રાફી કરતાં ઝડપાયા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનું હવે પછીનું નિશાન જમ્મુ વિભાગમાં આવેલ લશ્કરી અને મહત્વના સ્થળો હોવાનો મોટો ધડાકો થયો છે : પોલીસ દ્વારા નેસ્ત નાબુદ કરવામાં આવેલ ૬ સભ્યોના જાસૂસી મોડ્યુલની પૂછપરછ દરમિયાન આ વાત બહાર આવી છે : તાજેતરમાં પકડાયેલા ૪ પાકિસ્તાની જાસૂસોની પૂછપરછ ચાલુ છે : જમ્મુ બહાર આવેલ રતનુચક વિસ્તાર આસપાસના લશ્કરી મથકની વિડીયોગ્રાફી કરતાં પકડાઈ ગયેલ મુસ્તાક અહેમદ મલિક અને નદીમ અખ્તરની પૂછપરછના આધારે એજન્સીઓએ સદ્દામ હુસૈન, સફદર અલી, મોહમ્મદ સલીમ અને અબ્દુલ કરીમને ઝડપી લીધા છે : આ લોકો ઉધમપુર અને રોડા પંથકમાં હિઝબુલ મુઝાહીદ્દીનનું નેટવર્ક ઉભુ કરી રહ્યા હતા access_time 5:48 pm IST

  • રાજકોટ - જામનગરની હવાઈ સેવાઓમાં ત્રિમાસિક કાપ મૂકાયો જામનગરથી મુંબઈ પણ એર ઈન્ડિયાની સેવા વીકમાં ૩ દિવસ જ મળશે તેવું જાણવા મળે છે access_time 5:45 pm IST

  • રાજકોટથી મુંબઈ જતી એર ઈન્ડિયાની વિમાની સેવા હવે અઠવાડીયામાં ૩ દિવસ જ ઉડશે : જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ૯૦ દિવસ માટે આ કાપ ઝીંકાયો છે : મંગળ - ગુરૂ - શનિવારે ફલાઈટ ચાલુ રહેશે access_time 5:48 pm IST