Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

અમીવ્રજ સોસાયટીમાં બીમારીથી કંટાળી અનવરભાઇનો કાનાણી ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા ૮  : કાલાવડ રોડ પર અમીવ્રજ સોસાયટીમાં રહેતા ખોજા યુવાને બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ, અમીવ્રજ સોસાયટી બ્લોક નં. ર/૬૯ માં રહેતા અનવરભાઇ બહાદુરભાઇ કાનાણી (ઉ.વ.૪૭) એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં ૧૦૮ ના ઇ.એમ.ટી ભાવનાબેન ડોડીયાએ તપાસ કરતા ખોજા યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા, પોલીસને જાણ કરવામાં આવી હતી, બાદ તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર.બી. જાડેજા તથા રાઇટર પૃથ્વીસિંહ એ સ્થળપર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક અનવરભાઇને સંતાનમાં બે પુત્ર છે, પત્ની જીનીયસ સ્કુલમાં નોકરી કરે છે, તેને ઘણા સમયથી થાઇરોડની બીમારી હોઇ તેથી કંટાળી જઇ આ પગલું ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે.

(3:46 pm IST)
  • સ્કુલ બિલ્ડીંગમાં ભીષણ આગ : શાળા સંચાલકની પત્નિ અને બાળકોના મોત હરિયાણાના ફરીદાબાદ ખાતે ડબુઆ કોલોનીમાં એક પ્રાઈવેટ સ્કુલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા સ્કુલની ઉપર રહેતા સ્કુલના સંચાલક પરિવારનો ભોગ લેવાયો છે : આ સ્કુલ સંચાલકના બે સંતાનો અને પત્નિ જીવતા સળગી ગયા છે access_time 5:46 pm IST

  • ભારતીય વર્લ્ડ કપ ટીમની સહીઓ સાથેનું ક્રિકેટ બેટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભેટ આપવામાં આવ્યું તે પ્રસંગની તસ્વીરનજરે પડે છે access_time 9:19 pm IST

  • કાર્ડ દ્વારા કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા ચોક્કસ લિમિટ રખાશે : ફ્રી આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી ની જાહેરાત કર્યા પછી હવે, કાર્ડ ઉપર કેશ-રોકડ રાખવા અને વિડ્રો કરવા માટે ચોક્કસ લિમિટ આવી રહ્યાનું જાણવા મળે છે access_time 12:42 am IST