Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા.નું શ્રી મનહર પ્લોટ જૈન સંઘ શેઠ પૌષધશાળામાં કાલે પાવન પદાર્પણ

સવારે ૭ કલાકે વિરાણી ચોકથી સંઘો દ્વારા સ્વાગત-સ્વાગત ભાવયાત્રાઃ સવારે ૭.૧પ કલાકે પ્રવચન

રાજકોટ તા. ૮ :.. મનહર પ્લોટ સ્થા. જૈન સંઘમાં ગૌરવવંતા ગોં. સં. ના તપસમ્રાટ પૂ. ગુરુદેવશ્રી રતિલાલજી મ.સા. ના કૃપાપાત્ર રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા., સ્વાધ્યાયપ્રેમી પૂ. પિયુષમુનિ મ.સા., દ્રઢવૈરાગી પૂ. ચેતનમુનિ મ.સા. એવમ બન્ને નૂતન દીક્ષિત પૂ. પરમ વિનમ્રમુનિ મ.સા. અને પૂ. પરમ પવિત્રમુનિ મ.સા. તથા મહાસતીજી વૃંદ સાથે નવદીક્ષિત પરમ સાધ્વીજીઓ આવતીકાલે શેઠ પૌષધશાળાના પાવન પ્રાંગણે પધારવાના ઉત્કૃષ્ટ ભાવ રાખે છે.

૩ર-૩ર શિક્ષીત મુમુક્ષુઓ આત્માઓને દીક્ષિત કરી સંયમનો લીલો બાગની રાહ બતાવીને પોતાના ચરણ અને શરણમાં સમર્પિત કરનાર દીક્ષા દાનેશ્વરી અને જેના શ્રી મનહર પ્લોટ જૈન સંઘ ઉપર અનંત અનંત ઉપકારી એવા શાસન અરૂણોદય પૂ. નમ્રમુનિ મ.સા. ઉવસગ્ગહર સાધના જીવનથી વિહાર કરી ટાગોર માર્ગ વિરાણી ચોક મધ્યે સવારે ૬.૪પ કલાકે પધારશે જયાં રાજાણાનગરી રાજકોટના સમસ્ત જૈન સંઘો તથા શ્રી મનહર પ્લોટ સંઘ દ્વારા રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ આદિ સંતો અને સતીજીઓ એવમ નૂતન દીક્ષિતોનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ સ્વાગત ભાવયાત્રા શરૂ થશે. અને શેઠ પૌષધશાળાના હોલમાં ધર્મસભામાં પરિવર્તીત થશે. જયાં સવારે ૭.૧પ કલાકે યુગદિવાકર પૂ. ગુરૂદેવના શ્રીમુખેથી પરમાત્માની જીનવાણીનો અસ્ખલીત આત્મલક્ષી ધોધ વહેતો થશે. રાષ્ટ્રસંત શ્રી સંઘમાં આખો દિવસ સ્થિરતા કરી સૌને લાભ આપશે.

ધર્મનગરી રાજકોટના સમસ્ત જૈન સંઘોના પદાધિકારીશ્રીઓ, જૈન શ્રેષ્ઠીવર્યો તથા જીજ્ઞાસુ શ્રાવક ભાઇઓ બહેનોને સ્વાગતયાત્રામાં જોડાવવા તથા પ્રવચનનો સવિશેષ લાભ લેવા સંઘ પ્રમુખ ડોલરભાઇ કોઠારીએ સૌને આમંત્રણ પાઠવેલ છે.

(3:53 pm IST)
  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST