Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

સેન્ટ્રલ ગ્રુપ દરજી સમાજ દ્વારા પુરૂષોતમ માસ નિમિતે વડીલોને કરાવાઇ શ્રવણયાત્રા

 રાજકોટઃ સેન્ટ્રલ ગ્રુપ દરજી સમાજ દ્વારા પ્રવિત્ર પુરૂષોતમ માસ નિમિતે દરજી સમાજના અલગ અલગ ગોળના ૧૯૦  સીનીયર સીટીઝનોને શ્રવણ યાત્રા કરાવાઇ હતી. આશાપુરા મંદિરથી પ્રસ્થાન કરાવાયેલ તે પ્રસંગે મંદિરના પુજારી ભરતભાઇ ભટ્ટએ માતાજીના વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા. તમામ યાત્રીકોએ સવારમાં વહેલા ગોમતી નદીમાં સ્નાન કરાવી દ્વારકાધીશના દર્શન કરાવાયા હતા. સ્વામી નારાયણ મંદિરે ફરાળ ભોજન કર્યાબાદ દેવાધી દેવ જયોલીંગ શ્રી નાગેશ્વર મહાદેવના દર્ર્શન કરાવી રૂક્ષ્મણી મંદિરે બપોરનું ભોજન કરાવેલ ત્યારબાદ જામનગર ખાતે આરાધના ધામ દર્શનનો પણ લાભ લીધેલ ત્યાથી સાંજે ફલા ગામે મકવાણા પરીવારના સુરાપુરાદાદા-સંધવી બાપા સતીમાંંના દર્શન કરી ત્યા પ્રસાદી લઇ યાત્રા રાજકોટ ખાતે સંપન્ન કરાઇ હતી. આ શ્રવણ યાત્રાને સફળ બનાવવા દરજી સમાજના અગ્રણી ઉધોગપતીઓ કિરીટભાઇ લીમ્બડ, પરમારમંડળવાળા મુન્નાભાઇ પરમાર, વિનુભાઇ પીઠડીયા, જયેશભાઇ કાત્રોડીયા, વિશાલભાઇ ગોહેલ, મનોજ કટપીસવાળા, સુરેશભાઇ મકવાણા, દેવેનભાઇ મકવાણા, પ્રવિણભાઇ મકવાણા, વિનુભાઇ ધામેચા, તેમજ દરજી સમાજના મહીલા અગ્રણી ઉષાબેન ચૌહાણ અન્ય અગ્રણીનો સહકાર મળેલ. દરજી સમાજને આ શ્રવણ યાત્રાનો લાભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ગુજરાત સરકાર દ્વારા અપાયો હતો. આ યાત્રા પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ શહેર ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારધ્વાજ, પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, બક્ષી પંચ મોચ્ચાના પ્રમુખ નીલેશભાઇ જળુ વોર્ડ નં.૭ પ્રમુખ જીતુભાઇ સોલારા, કીરીટભાઇ ગોહેલ રમેશભાઇ પંડયા, રમેશભાઇ દોમડીયા, હેમુભાઇ ચૌહાણ વગેરેએ ઉપસ્થિત રહી પાઠવેલ. સમગ્ર યાત્રા કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ સેન્ટ્રલ યુવક મંડળના કાર્યકર જીતુભાઇ(જે.ડી) હરીશભાઇ જંગબારી, દીવ્યેશ મકવાણા એડવોકેટ પાર્થભાઇ પીઠડીયા, કેતન સરવૈયા, નીખીલ પીઠડીયા, અશોક પરમાર તેમજ મહીલા મંડળ સંપૂર્ણ જહેમત ઉઠાવેલ તે યાદી મંડળના પ્રમુખ ઉમેશકુમાર જે.પી. મો.૯૮૧૪૭૦૪૮૪૯ ની યાદીમાં જણાવાયું છે.

(3:45 pm IST)
  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • કોંગ્રેસના ૨૩ કોર્પોરેટરો સસ્પેન્ડ : પાટણના નગરપાલીકાના મેન્ડેટના ઉલ્લંધનના મામલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બાગી ૨૩ કોર્પોરેટરને સસ્પેન્ડ કરાયા access_time 4:05 pm IST