Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

બેડમીન્ટન ટૂર્નામેન્ટઃ કાલથી મુખ્ય મેચો

યશ દેસાઈ, જુહી પરમાર, નિયંત વીરોજા જેવા ખેલાડીઓ વિજેતાઃ પૂર્વ મ્યુ.કમિશ્નર બંછાનીધિ પાનીના પુત્ર શ્રેયાંસે પણ ભાગ લીધો

રાજકોટઃ અહિંના ઈન્ડોર સ્ટેડીયમ ખાતે ગુજરાત સ્ટેટ બેડમીન્ટન ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. જેમાં ૯૦૦ જેટલી એન્ટ્રી આવેલ છે. બે દિવસમાં ૧૬૦ મેચ રમાયેલ.

અન્ડર-૧૩, અન્ડર-૧૫ તેમજ અન્ડર-૧૭ બોયઝ તથા ગર્લ્સના મેચ મેઈન ડ્રો આવતી કાલથી શરૂ થશે.

ગઈકાલે રમાયેલી મેચમાં યશ દેસાઈ, જુહી પરમાર, રાજેશકુમાર, નીયંત વીરોજા, કાવ્યા મારવણીયા, હાર્દ કારિયા, હેતવી મશરૂ, આદિત્ય સીંધી રાજકોટના પ્લેયર વિજેતા જાહેર થયા છે. પૂર્વ મ્યુનીસીપલ કમીશ્નર શ્રી બંચ્છાનીધી પાનીના પુત્ર શ્રેયાંસ પાનીએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે.

ભારતના સબજૂનીયર ઈન્ટરનેશનલ પ્લેયર તસમીન મેરે પણ આજે બે મેચ જીતી લીધા છે. વીર સાવરકર સ્ટેડિયમ રેસકોર્ષ ખાતે સ્ટેટ ટૂર્નામેન્ટ ચાલી રહી છે.

ગઈકાલે ચીફ રેફરી પેરાલા સત્યનારાયણ, વિનોદ શાહ, ભૂષણભાઈ પંડ્યા, હીતેશભાઈ દેસાઈ, કમલેશભાઈ તામતા, ભૂતપભાઈ ઘેટીયા, ચીફ ગેસ્ટ યુવરાણી સાહેબ કાંદમ્બરીદેવી (રાજકોટ સ્ટેટ) સાથે રાજકોટના સીનીયર બેડમીન્ટ પ્લેયર મિનલબેન સોનપાલ, પુજાબેન ઘોર, અમિતાબેન પટેલ, અમીબેન વિરોજા, પ્રીતિબેન મૂલચંદાની ઉપસ્થિત રહ્યા હતા.(૩૦.૧૧)

(3:32 pm IST)