Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જુલેલાલ શાકમાર્કેટમાંથી વરલીનો જુગાર રમતા બે વેપારીને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

કપડાના વેપારી લક્ષ્મણ મોટવાણી અને બીસ્કીટ-ચોકલેટના વેપારી નીલેશ તાવડેની ધરપકડ

રાજકોટ તા. ૮ : શહેરના જૂલેલાલ શાકમાર્કેટ પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા બે વેપારીને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ જૂલેલાલ શાકમાર્કેટ પાસે બે શખ્સો જુગાર રમતા હોવાની ક્રાઇમબ્રાંચના એ.એસ.આઇ. ચેતનસિંહ ચુડાસમાને બાતમી મળતા પી. આઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ. વી.જે. જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ રાજદીપસિંહ, ચેતનસિંહ, હેડ કોન્સ હિતેન્દ્રસિંહ, ભરતસિંહ સ્નેહભાઇ, શકિતસિંહ, સહિતે દરોડો પાડી જૂલેલાલ શાકમાર્કેટ ખૂણે હોઝીયરીની રેકડી પાસે વરલી ફીચરનો જુગાર રમતા કપડાની ફેરી કરતા લક્ષ્મણ દેવીદાસભાઇ મોટવાણી (ઉ.પ૧) (રહે. સીંધી કોલોની શેરી નં.ર) અને બીસ્કીટ-ચોકલેટના વેપારી નીલેશ અમૃતરાવભાઇ તાવડે (ઉ.૪૬) (રહે. રૂખડીયાપરા શેરી નં.ર) ને પકડી રૂ.૧૪૧૦૦ ની રોકડ તથા બે મોબાઇલ ફોન મળી રૂ. ૧૭૬૦૦ ની મત્તા કબ્જે કરી હતી.

(4:37 pm IST)