Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

વાવડીના ર૯ પ્લોટમાં માલીકો જઇ શકતા નથીઃ ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગૂન્હો નોંધવા કલેકટરને અરજીઃ સન્નાટો

આ બાબતે ર૦૧૭માં પોલીસમાં તો ર૦૧૯માં કલેકટર સમક્ષ અરજી કરાયેલ પણ કાંઇ ન્યાય મળ્યો નથી : બે શખ્શો અને અન્ય એક ભરવાડ શખ્શે પ્લોટમાં જવાના રસ્તે ડેલો બનાવી તાળુ મારી દિધાની રાવ.... : મવડી પુનમ સોસાયટીમાં રહેતા હંસાબેન કથ્રેચા સહિત પ થી ૬ પ્લોટ માલીકોએ આધાર-પુરાવા સાથે કલેકટરને ફરીયાદ અરજી આપી

રાજકોટ તા. ૮ : મવડીમાં આવેલ  સરદારનગર મેઇન રોડ પટેલ બોર્ડિંગ પાસે-પુનમ સોસાયટી પ્લોટના પ૪માં રહેતા હંસાબેન ગુણવંતરાય કથ્રેચા (ઉ.૭૧) અને અન્ય પ થી ૬ પ્લોટ હોલ્ડરોએ આજે કલેકટર સમક્ષ લેખીતમાં ફરીયાદ આપી અને અમીનભાઇ સમા, સલીમભાઇ શમા તથા સુરા ભરવાડ વિરૂદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધીત કાયદાની કલમ ૪ (૧), ૪(૩) ર-ઇ. તથા આઇ.પી.સી.ની કલમ ૧૪૩, ૧ર૦-બી. મુજબ ગુનો નોંધવા એટલે કે લેન્ડ ગ્રીબીંગ એકટ હેઠળ ફરીયાદ નોંધવા અરજી અરજી કરતા ખળભળાટ મચી ગયો છે.

અમો ફરીયાદીએ તથા અન્ય વ્યકિતઓએ રાજકોટ તાલુકાના ગામ વાવડીની સીમમમાં રેવન્યુ સર્વેનં. ૯ પૈકી નિચેની વિગતોએ બીનખેતી પ્લોટ અવેજ ચુકવીને ખરીદ કરેલ છે. ત્યારથી પ્લોટર્સ અમારી માલીકી અને કબ્જા ભોગવટાની છે તેની વિગત આ પ્રમાણે છે.

પ્લોટ નંબર ૧૯-બી, હંષાબેન ગુણવંતરાય કથ્રેચા, (પ૭૬૬) (ર૦-પ-૮૯) (૬રર-પ) ૯-એ ઇલાબા જયેન્દ્રસિંહ જાડેજા ર૭૪૬પ ૦૩-૧૧-૧૦ પ૦૦-૦ ર૦-બી જીતેનભાઇ કિશોરભાઇ વાઢેર ર૦૮૯૯ ૧૧-૦૮-૩૦૯-૦ અમિતાબેન કિશોરભાઇ વાઢેર ૮-બી દુધીબેન ૩૩૬૭ ૪-૧૦-૬૭ ૧૧રર-પ નો સમાવેશ થાય છે.

(૩) ઉપર દર્શાવેલ પ્લોટઓ વાવડીના રેવન્યુ સર્વેનં. ૯ પૈકી ઉપર કુલ ર૯ પ્લોટ આવેલ છે. તેમાં કુલ આશરે ચોરરસ વાર ર૪ર૦૦-૦૦ જમીન આવેલ છે. આ પ્લોટ અમે લોકોએ વેચાણ દસ્તાવેજથી ચુકતે અવેજ ચુકવીને ખરીદ કરેલ છે. અને ત્યારથી સદરહું મિલ્કત / પ્લોટના અમો એક માત્ર સ્વતંત્ર માલીક અને કબ્જેદાર છીએ.

(૪) આ કેસના પ્રતિવાદીઓ નં. ૧ અને ર ના એ આશરે વર્ષ ર૦૧પ ની સાલમાં તમામ પ્લોટને ચારે બાજુમાં પાકી દિવાલ બનાવી નાખેલ છે. અને ત્યાં  લોખંડનો ડેલો મુકીને તાળુ મારેલ છે અને ત્યાં પાકુ બાંધકામ કરીને રૂમ બનાવીને કબ્જો જમાવેલ છે. અને તે તાળાની ચાવી આ પ્લોટની સામે એક ઓરડીમાં રહેતા સુરાભાઇ ભરવાડ રાખે છે. આમ તમામ પ્લોટની અંદર જવા આવવાનો એક માત્ર રસ્તો આવેલ છે તે રસ્તા ઉપર બીન કાયદેસર રીતે પજેશન જમાવીને દબાણ કરેલ છે.

(પ) અમારી માલીકીના પ્લોટ ઉપર જવા આવવા માટે જે રસ્તો આવેલ છે તે જાહેર રસ્તાને બંધ કરેલ છે. પ્રતિવાદીઓ એ જગ્યા ઉપર ૧ રૂમ બનાવીને તે જગ્યા ઉપર કબ્જો જમાવેલ છે. તેની ચાવી આરોપી નં.૧ રાખતા હોય, આવુ નહિ કરવા અમારા પૂત્ર પિયુષભાઇ ગુણવંતભાઇએ પ્રતિવાદી નં.૧ અને ર, અનેક વાર વિનંતી પૂર્વક ડેલો ખુલ્લો કરી આપવા તથા ત્યાં બનાવેલરૂમ હટાવી દેવા માટે વિનંતી કરેલ હતી, તો હર સમયે અમારા પુત્રને તેવુ જણાવવામાં આવે છે. આ ડેલાની ચાવી તને મળશે નહિ તારાથી થાય તે કરી લે જે અમો તને ચાવી આપવાના નથી, તેવું કહીને અમારા પુત્ર પિયુષભાઇને એવું જણાવેલ કે, આ પ્લોટ હવે ખુલશે નહી અને ચાવી મળશે નહિ આવુ ગુનાહિત કૃત્યને અનેક વાર અમારી સાથે થયેલ છે. અને અમો ફરીયાદીએ તા.૧૮-૧-ર૦૧૭ ના રોજ રાજકોટ પોલીસ કમિશ્નરને લેખીતમાં અરજી/ફરીયાદ ગુજારેલ હતી. તે ફરીયાદ/અરજીની તપાસ રાજકોટ તાલુકા પો.સ્ટેશનના પી.આઇ.શ્રી કરતા હતા અને આ અરજીમાં કોઇપણ જાતના એકસન લીધા વગર ફાઇલ કરી આપવામાં આવેલ હતી.

(પ) ત્યારબાદ તા.૧૯-ર-ર૦૧૯ ના રોજ રાજકોટ જીલ્લા કલેકટરન એક લેખીતમાં અરજી આપીને જણાવેલ હતું કે, આ જમીનમાં જવા આવવાનો રસ્તો ખુલ્લો કરાવીને જમીન ઉપર ગેરકાયદેસર રીતે બનાવેલ રૂમને હટાવીને જમીન ખુલ્લી કરાવી આપવા વિનંતી કરેલ હતી. તે સમયે સ્થાનિક જગ્યા ઉપર મામલતદાર શ્રી કથીરીયાને તલાટી મંત્રીશ્રી પવનભાઇ પટેલ ત્યાં આવેલ હતા અને ગેરકાયદેસર બાંધકામના ફોટા પણ પાડેલ હતા. ત્યારબાદ કોઇ કાર્યવાહી થયેલ નથી.

(૬) ત્યારબાદ ફરીવાર ૪-૧-ર૦ ના રોજ સવારના આશરે ૧૧-૦૦ વાગ્યાના સમય આશ-પાસ અમો ફરીયાદી પોતે અને અમારા બન્ને પુત્ર અને પુત્ર વધુઓ અમારા પ્લોટ નં.૧૯-બી તથા પ્લોટ નં. ૯-એ ના માલીકના પતિ જયેન્દ્રસિંહ જાડેજા પ્લોટ નં. ર૦-બીના માલીક જીતેનભાઇ કિશોરભાઇ વાઢેર તથા પ્લોટ નં. ર૦-બી પૈકીના માલીક પરાગભાઇ સુરેશભાઇ વાઢેર તથા પ્લોટ નં.૮-બી, ૧ર-એ ના માલીક દુધીબેન ટપુભાઇ વતી તેમના પુત્ર દિનેશભાઇ તંતી સાથે મળીને અમારી માલીકીના પ્લોટર્સ ઉપર ગયેલ હતા, તે સમયે પણ આ ડેલાને સુરા ભરવાડએ અમીનભાઇના કહેવાથી તાળુ મારેલ હતું અને અમોને અંદર જવા મળેલ નહિ, અમો તથા તમામ પ્લોટર્સ ધારકને એવુ જાણવા મળેલ કે, આ ડેલાને તાળુ મારીને સુરા ભરવાડ ચાવી રાખે છે.

ફરીયાદમાંં ઉમેરાયું છે કે આમ આ તમામ પ્રતિવાદીઓએ ગેરકાયદેશર રીતે કાયદા વિરૂદ્ધ મંડળી રચીને જાહેર રસ્તા ઉપર એક રૂમ બનાવીને આવવા જવાનો રસ્તો બંધ કરીને જાહેર રસ્તા ઉપર કબ્જો જમાવીને ગેરકાયદેસર પ્રવેશ કરીને ધમકી મારીને અમારા તથા અન્યોના પ્લોટ ઉપર આવવા જવાનો રસ્તો બંધ કરી અવરોધ ઉભો કરીને ગુનો આચરેલ છે.

સદરહુ અમો ફરીયાદીની માલીકીના અને વેચાણથી ખરીદેલ મિલ્કત છે જે બાબતના આધાર પુરાવામાં વેચાણ દસ્તાવેજ, હક્ક પત્રક ગામ નમુનો નંબર ૬, રેવન્યુ નોંધ રજુ કરેલ છે તે બાબતે સામેવાળા જાણતા હોવા છતા ગેરકાયદેશર રીતે અમો ફરીયાદી તથા અન્યોની મિલ્કત/પ્લોટ ઉપર આવીને કમ્પાઉન્ડ બનાવીને ત્યા ડેલો મુકીને તાળુ મારીને આવવા જવાના જાહેર રસ્તા ઉપર કબ્જો જમાવેલ છે અને આરોપીની વિરૂદ્ધમાં ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધીત કાયદાની કલમ ૪ (૧), ૪(૩), ર-ઇ. તથા આઇ.પી.સી.ની કલમ ૧૪૩,૧ર૦-બી. મુજબ ગુનો નોંધવા હુકમ કરવા અરજ છે.

(3:07 pm IST)