Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ઓશો સન્યાસી છગનભાઇ રામાણીના નવા બિલ્ડીંગમાં ગ્રહ પ્રવેશ નિમિતે ધ્યાન - કિર્તન - ભોજન

રાજકોટઃ પ્રખર ઉદ્યોગપતિ ઓશો સન્યાસી છગનભાઇ ખોડાભાઇ રામાણી (સ્વામી સત્યમ શિવમ) દ્વારા જ્ઞાન સમાન સિલ્વર હાઇટમાં નવા ફલેટમાં ગૃહ પ્રવેશ નિમિતે ઓશો ધ્યાન - કિર્તન-ભોજનનો ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરેલ. કાર્યક્રમમાં આશરે ૩૦૦ ઓશો સન્યાસી તથા પ્રેમીઓ સહભાગી થયેલ. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ સાંગાણી માં ધ્યાન રસીલી સ્વામી અનુરાગે કરેલ. કાર્યક્રમએ ઓશો સાહીત્ય માટે  ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામી સત્ય પ્રકાશને વિશેષ સુવિધા કરી આપેલ. ઓશો કિર્તન ધ્યાન ભોજનના ત્રિવેણી કાર્યક્રમમાં આવનાર સર્વે ઓશો સન્યાસી પ્રેમીએ તથા નામી અનામી માનવતાં મહેમાનોનો છગનભાઇ રામાણી (સ્વામી સત્યમ શિવમ) ૯૮૨૫૦ ૭૫૩૫૪ તથા દિનેશભાઇ ચાંગાણી મો.૯૮૯૮૦ ૮૭૫૨૦ દ્વારા આભાર વ્યકત કરેલ.

(4:01 pm IST)
  • આજે બપોરે જમ્મુ - કાશ્મીરના શ્રીનગરના હ્બાક ચૌક પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આતંકીઓને પકડવા પોલીસ અને સેના ના જવાનોએ ચારે બાજુ ઘેરાબંધી કરી હોવાનું જાણવા મળે છે. access_time 3:12 pm IST

  • ભગવાનના નામ પર હેવાન બનેલા ભાઈએ માઁ દુર્ગાને ચડાવી 12 વર્ષની સગીર બહેનની બલી : 2018માં પણ આહુતિ મર્ડર કેસમાં ઝડપાયો હતો : ઓડિસાના બોલગીર જિલ્લાના હેવાન શુભોબનની ધરપકડ : ભાઈ સાથે 12 વર્ષની બહેન જનાની રાના નજીકના નૌપાડા જિલ્લાના ખૈરિયારમાં ગઈ હતી પરંતુ પરત નહીં ફરતા ગામલોકોએ પોલીસ સ્ટૅશનને ઘેરીને સગીરાના ભાઈ પર જ શંકા વ્યક્ત કરતા હેવાન ભાઈની ધરપકડ કરતા તેને પોતાની બહેનની બાલી ચડાવ્યાનું કબુલ્યું access_time 1:15 am IST

  • ભારતીય અને બેઇજિંગ દૂતાવાસએ ભારતના બધા નાગરિકો (વ્યક્તિગત / જૂથ)ને, ભારત અને ચાઇના વચ્ચેના રાજદ્વારી સંબંધોની 70 મી વર્ષગાંઠની ઉજવણી માટે લોગો ડિઝાઇન કરવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે. લોકોએ પોતાના ડીઝાઇન કરેલા લોગોની એન્ટ્રી press.beijing@mea.gov.in ઈમેઈલ પર તા. 20-01-2020 સુધીમાં પોતાના નામ, ઉમર, સંપૂર્ણ કોન્ટેક્ટ વિગત અને પોતે બનાવેલ લોગો ડીઝાઇનની ટૂંક વિગત સાથે મોકલવાની રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે. access_time 7:29 pm IST